તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:સુરતમાં કોરોનાના કારણે ભરૂચમાં GEB દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન

ભરૂચ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગુજરાતમાં જીઈબી જુ. આસિસ્ટન્ટ ક્લાર્કની 800 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા

કોરોનાના કારણે દક્ષિણ ગુજરાત વીજ કંપની સુરત ઝોન ઓફિસ ખાતે ઉમેદવારીના ડોક્યુમેન્ટ ચકાસણી કેમ્પ રાખવા આવનાર હતો. પરંતુ કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉમેદવારોના ડોક્યુમેન્ટ ચકાસણી સ્થળ ભરૂચ મકતમપુર જીઈબી જોન ઓફીસ ખાતે રાખવામાં આવ્યો છે. જીઈબી જુનિયર આસિસ્ટન્ટ ક્લાર્કની જગ્યા માટે સમગ્ર ગુજરાતમાંથી કુલ 800 થી વધુ ઉમેદવારોની ખાલી પડેલી જુનિયર આસિસ્ટન્ટ ક્લાર્કની જગ્યા માટે ગુરુવારના રોજ ભરૂચ મકતમપુર વીજ કંપનીની ઓફિસ ખાતે 400થી વધુ ઉમેદવારોના ડોક્યુમેન્ટ ચકાસણી કામગીરી કરાઈ હતી.

ઉમેદવારી ડોક્યુમેન્ટ ચકાસણીમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 400 થી વધુ ઉમેદવારો આવ્યા હતા આ ડોક્યુમેન્ટ ચકાસણી કેમ્પ ત્રણ દિવસ ચાલનાર છે જેમાં રોજ 222 ઉમેદવારોના ડોક્યુમેન્ટ ચકાસણી થશે અને તારીખ 3 ના રોજ 122 ઉમેદવારોના ડોક્યુમેન્ટ ચકાસણી કાર્ય ચાલુ રહેશે તેમજ તારીખ 5 ના રોજ 102 ઉમેદવારોના ડોક્યુમેન્ટ તપાસવામાં આવશે. આમ કુલ 400 થી વધુ ઉમેદવારો ડોક્યુમેન્ટ પ્રક્રિયામાં પોતાની કારકિર્દી માટે આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં કાર્યપાલક ઇજનેર જી.એસ.કેદારીયાએ કોરોના ગાઈડલાઈનનું ધ્યાન રાખીને કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો