અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સ્ટ્રોકના દર્દીનુ તબીબોએ ટાંકા-ચીરા વિના સફળ ઓપરેશન કર્યુ હતું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર-હાંસોટ અને વાલિયા તાલુકાના લોકો માટે આશીર્વાદરૂપી છે.
આ હોસ્પિટલમાં ઉદ્યોગીક અકસ્માતમાં ઇજાગ્રસ્ત દર્દીઓને અગવડ ન પડે તે માટે વિવિધ ઉદ્યોગો દ્વારા અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. ત્યારે સ્ટ્રોકની બીમારીથી પીડાતા 65 વર્ષીય વૃદ્ધને તેઓના પરિવાર દ્વારા પ્રથમ નજીકના હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતા. જ્યા અદ્યતન ન્યૂરોસર્જન ડીપાર્ટમેન્ટના ન્યૂરોસર્જન ડો.જયપાલસિંહ ગોહિલે દર્દીને તપાસ કરતાં તેઓના મગજમાં મોટી લોહીની નસ બ્લોક જણાઈ આવી હતી. જેથી તબીબે ડો,જિગરના માર્ગ દર્શન હેઠળ નસમાંથી લોહીનો ગઠ્ઠો ટાંકા- ચીરા વિના કાઢી સફળ ઓપરેશન કરી દર્દીને નવજીવન પ્રદાન કર્યું હતું. ઓપરેશનના 4 દિવસ બાદ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થતાં તેને રજા આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.