તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશવ્યાપી વિરોધ:એલોપેથીના ડોક્ટર્સની 11 મીએ હડતાલ, 8 મીએ દેખાવો યોજશે

ભરૂચ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચમાં કોવિડ અને ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે

આયુર્વેદ ની પ્રેક્ટિસ કરતા ડોકટરો પણ હવે એલોપેથી પદ્ધતિથી 58 પ્રકારની સર્જરી કરી શકે તે માટે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે.આ નિર્ણય સામે મોર્ડન મેડિસિન ક્ષેત્રેના તબીબો ભારે નારાજ થયા છે.જેના વિરોધમાં તેમણે આગામી 11મી ડિસેમ્બરે એક દિવસની હડતાળનું એલાન આપ્યું છે.

આ દિવસે માત્ર ઇમર્જન્સી અને કોવિડ સેવા ચાલુ રહેશે એ સિવાયની તમામ પ્રકારની સેવાઓ બંધ રાખશે. એટલું જ નહીં પરંતુ 8મી ડિસેમ્બરે જાહેર સ્થળે દેખાવો યોજવાનું પણ ઈન્ડીયન મેડીકલ એસોસિએશન નક્કી કર્યું છે. દેશ વ્યાપી બંધના એલાનને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ગુજરાત બ્રાન્ચે પણ ટેકો જાહેર કર્યો છે.ભરૂચ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો.દુષ્યંત વરિયા અને સેક્રેટરી ડો.પલક કાપડિયાએ જણાવ્યું છે કે,સરકારના નીતિ અયોગ અને સીસીઆઈએમ દ્વારા આયુર્વેદ ડોક્ટર્સને એલોપેથી સર્જરીમાં એમ.એસ.ની ડીગ્રી આપતા અભ્યાસ ક્રમનો એલોપેથી ડોક્ટર્સ દ્વારા સમગ્ર દેશવ્યાપી વિરોધ કરવામાં આવનાર છે.

આ નવા નિયમ અનુસાર તૈયાર થનાર ખીચડી અભ્યાસક્રમ અને ખીચડી ડોક્ટર્સ દ્વારા દેશની આધુનિક અને વિકસિત શિક્ષા પ્રણાલીને ખુબજ નુકશાન થઈ શકે છે.જેના વિરોધમાં 8મી ડિસેમ્બરે જાહેર સ્થળે તબીબો દેખાવ કરશે જેને ભરૂચ ઇન્ડિયન મેડિકલ એસોસીએશને પણ ટેકો જાહેર કરીને સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો