રાહત:ભરૂચ ST વિભાગના 1350 કર્મીઓની દિવાળી સુધરી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7મા પગાર પંચનો ત્રીજા હપ્તો 1 નવેમ્બર સુધીમાં ચૂકવાશે

છેલ્લા 1 મહિનાથી આંદોલન કરી રહેલા રાજ્ય સાથે ભરૂચ ST વિભાગના 1350 કર્મચારીઓની દિવાળી સુધરી ગઇ છે. સરકારે 20 માંથી 10 માંગણી સ્વીકારતા બુધવારે રાતે 12 કલાકથી અપાયેલી હડતાલ રદ કરી દેવાઈ છે. રાજ્ય સરકાર સામે વિવિધ 20 પડતર માંગણીઓને લઇ GSRTC ના ભરૂચ શીતબ16 ડિવિઝનના કર્મચારીઓ 16 સપ્ટેમ્બરથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતાં.

એસ.ટી. કર્મચારીઓએ પગાર, બોનસ, વળતર, મોંઘવારી ભથ્થું, હક્ક રજાનો પગાર સહિતના મુદ્દે એક મહિનાથી અનેક કાર્યક્રમો આપ્યા હતા. બુધવારે રાતે 12 કલાકથી રાજ્યમાં 8500 બસ પર બ્રેક લગાવી દઇ હડતાલ પર ઉતરી જવાની તૈયારી આદરી દેવાઈ હતી.

દરમિયાન રાતે GSRTC MD, વહીવટી અધિકારીઓ સાથે સંકલન સમિતિના માન્ય 3 યુનિયનો સાથે મળેલી બેઠકમાં 10 માંગણીઓ મુદ્દે સમાધાન સંધાતા હડતાલ રદ થઈ છે. હડતાલ ટળી જતા પ્રજાને તો રાહત સાંપડી છે પણ ST કર્મચારીઓને ડબલ દિવાળી થઈ ગઈ છે.

સમાધાન મુજબ 1 નવેમ્બર સુધીમાં ST કર્મચારીઓને 7માં પગાર પંચનો ત્રીજો હપ્તો ₹68.85 કરોડ ચૂકવી દેવાશે. ભરૂચના 169 કંડકટરનો ગ્રેડ પે ₹1650 થી વધારી 1800 અને 349 ડ્રાઈવરનો 1800 થી 1900 ₹ કરી દેવાયો છે. સાથે જ બોનસ, હક્ક રજાનો પગાર, એરિયર્સ, 5 % મોંઘવારી ભથ્થું 1 નવેમ્બર સુધી ચૂકવી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...