તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અફરાતફરી:અંકલેશ્વરના હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ, જાણે ફટાકડાં ફૂટતા હોય તેવા દ્રશ્યો સર્જાયા

ભરૂચ17 દિવસ પહેલા
  • ટ્રાન્સફોર્મરમાં સતત એકથી બે મિનિટ સુધી ધડાકા સાથે શોર્ટ સર્કિટ થતા રહ્યા

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રવિવારે રાત્રિના વીજ ટ્રાન્સફોર્મરમાં કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થતા બ્લાસ્ટ અને સંખ્યાબંધ સ્પાર્ક થતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સતત એક બે મિનિટ સુધી વીજ ટ્રાન્સફોર્મરમાં સ્પાર્ક થતા વગર દીવાળીએ દીવાળી જેવો માહોલ સર્જાયો હતો. દીવાળીમાં જ્યારે ફટાકડા ફૂટતા હોય અને જે દ્રશ્યો સર્જાતા હોય છે તેવા જ દ્રશ્યો હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરના રહીશોને જોવા મળ્યા હતા. વીજ ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટના કારણે આ વિસ્તારમાં અંધારપટ છવાયો હતો.

અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં રવિવારે રાત્રિના સમયે શોર્ટ સર્કિટ થતા જોરદાર બ્લાસ્ટ થયો હતો. શાંતવાતાવરણમાં અચાનક જ બ્લાસ્ટ થતા આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. વીજ ટ્રાન્સફોર્મરમાં સતત એકથી બે મિનિટ સુધી સ્પાર્ક ચાલુ રહેતા સોસાયટીમાં વગર દીવાળીએ દીવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.

રહેણાંક વિસ્તારમાં ડીજીવીસીએલના વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટની આ ઘટનાના કારણે સ્થાનિક લોકોમાં થોડી વાર માટે તો ડરનો માહોલ છવાયો હતો. જો કે, સદનસીબે કોઈ વ્યકિત નજીકમાં ના હોય જાનહાનિ થતા અટકી હતી.

અન્ય સમાચારો પણ છે...