જંબુસરના નહાર ગામે રહેતાં એક યુવાનને ગામમાં જ રહેતી એક યુવતિ સાથે પ્રેમ સંબંધ હતો. જોકે, યુવતિના પરિવારે તેના અન્યત્ર લગ્ન કરાવી દીધાં હતાં. જોકે, યુવતિને તેના પતિ સાથે ન બનતાં તેણે છુટાછેડા લઇ લીધાં બાદ યુવાન સાથે પ્રેમ લગ્ન કરી લીધાં હતાં. દરમિયાનમાં બન્ને તેમના ગામમાં ધાર્મિક પ્રસંગમાં જતાં તેના સસરાએ તેની સાથે ઝડઘો કરી તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
નહાર ગામે રહેતાં સિદ્ધરાજસિંહ રણજીતસિંહ મોરીને તેના ગામમાં જ રહેતી એક યુવતિ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, યુવતિના પિતાએ તેના લગ્ન અન્ય ગામમાં કરાવી દીધાં હતાં. લગ્ન બાદ પણ યુવતિ સિદ્ધરાજસિંહને ફોન કરી તેને સાસરીમાં હેરાનગતિ હોવાનું જણાવતી હતી. દરમિયાનમાં યુવતિ પાદરાના એક દવાખાને ગયાં હતી. જ્યાંથી તે સિદ્ધરાજ સાથે જતી રહી હતી. બાદમાં યુવતિના છુટાછેડા થઇ જતાં તેમણે આમોદના ભાથિજી મંદિર ખાતે પ્રેમલગ્ન કરી લીધાં હતાં. અને તેની આમોદ નગરપાલિકામાં નોંધણી પણ કરી લીધી હતી.
લગ્ન બાદ તેઓ પિલુદરા ગામે રહેતાં હતાં. દરમિયાનમાં નહાર ગામે સિદ્ધરાજસિંહના ઘરે કથા રાખી હોઇ તેઓ બન્ને નહાર ગામે તેના ઘરે ગયાં હતાં. અરસામાં યુવતિના પિતાને જાણ થતાં તેમણે ત્યાં આવી બન્નેને તમે ગામમાં કોને પુછીને આવ્યાં, તમારા હાથ પગ ભાંગી નાંખીશ તેમ કહી ધમકી આપી હતી કે, તે નોકરીએ જતો હશે ત્યારે રસ્તામાં તેને મારી નાંખશે. જમાઇએ સસરા વિરૂદ્ધ કાવી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.