તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીનાે ધમધમાટ શરૂ:જિલ્લા - તાલુકા પંચાયત, પાલિકાની 348 બેઠકો પ્રથમ દિવસે 820 ફોર્મ ઉપડ્યાં : એકપણ ન ભરાયું

ભરૂચ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બીટીપી- AIMIMના ગઠબંધન વચ્ચે વાલિયા અને ઝઘડિયામાં તાલુકા-જિલ્લા પંચાયતના સૌથી વધુ 183 ફોર્મનો ઉપાડ થતાં રાજકિય ગરમાવો
 • જિલ્લા પંચાયત માટે 103, તાલુકા પંચાયત માટે 450 તેમજ નગરપાલિકા માટે 267 ફોર્મ દાવેદારો લઇ ગયાં : અપક્ષોનો રાફડો ફાટી નિકળ્યો

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં પ્રથમ દિવસે જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત તેમજ 4 નગરપાલિકાઓની મળી કુલ 348 બેઠકો માટે 705 ફોર્મ ઉપડ્યાં છે. તેમાંય બીટીપી-AIMIM ગઠબંધન બાદ માત્ર ઝઘડિયા અને વાલિયામાં જ તાલુકા તેમજ જિલ્લા પંચાયતના કુલ 183 ફોર્મ ઉપડતાં રાજકિય ગરમાવો આવ્યો છે.

ભરૂચ જિલ્લામાં આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભારે રસપ્રદ બની ગઇ છે. એક તરફ બીટીપી-ઓવેસીનું ગઠબંધન અને બીજી તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દ્વારા ત્રણ ટર્મ, 60 વર્ષની વય મર્યાદા તેમજ સગાવાદ સહિતના નિયમો લાદી ઉમેદવારોની પસંદગીના મુદ્દાને લઇને સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ત્યારે આજે સોમવારે ચૂંટણીનું જાહેરનામું બહાર પડતાં પહેલાં જ દિવસે જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાની કુલ 348 સીટો માટે 705 ફોર્મનો ઉપાડ થયો છે. તેમાંય ભરૂચ જિલ્લા પંચાયત માટે કુલ 100, 9 તાલુકા પંચાયતો માટે 338 અને 4 નગરપાલિકાઓ માટે 268 ફોર્મ ઉપડ્યાં છે.

ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યાના પ્રથમ દિવસે દાવેદારોએ ઉપાડેલાં ફોર્મ અંગેની આંકડાકિય વિગતો જોઇએ તો ભરૂચ જિલ્લા પંચાયતની 34 બેઠકો માટેના દાવેદારો પૈકી ઝઘડિયાની 4 બેઠકો માટે સૌથી વધુ 30 ફોર્મ ઉપડ્યાં છે. જ્યારે 9 તાલુકા પંચાયતો પૈકી આમોદ તાલુકા પંચાયતમાં સૌથી વધુ 77 ફોર્મ ઉપડ્યાં છે. બીજી તરફ હાલમાં જિલ્લાની 4 નગરપાલિકાઓ પૈકીની હાલની અત્યંત રાજકિય ગરમાગરમી ધરાવતી ભરૂચ નગરપાલિકાના 116 ફોર્મ ઉપડ્યાં છે. ફોર્મ જમા કરવાની તારીખ આગામી 13મી ફેબ્રુઆરી છે. ત્યારે હજી સુધી ભાજપ - કોંગ્રેસ દ્વારા તેમના ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી ન હોઇ આજે એક જ દિવસમાં ઉપાડ થયેલાં 705 ફોર્મના કારણે આગામી ચૂંટણી ભારે રસાકસીવાળી રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભરૂચ જિલ્લા પંચાયત

તાલુકોબેઠકો ફોર્મ ઉપડ્યાં
આમોદ29
જંબુસર413
ભરૂચ73
વાગરા38
અંક્લેશ્વર615
હાંસોટ21
ઝઘડિયા430
વાલિયા322
નેત્રંગ32
કુલ34103

નગર પાલિકા બેઠકો ફોર્મ ઉપડ્યાં

ભરૂચ44116
અંક્લેશ્વર3650
જંબુસર2898
આમોદ243
કુલ132267

​​​​​​​​​​​​​​13મી સુધી ફોર્મ સ્વિકારાશે
આજથી ફોર્મ સ્વીકારવાની શરૂઆત થઇ છે. આજે પ્રથમ દિવસે 2 ફ્રોમ આવ્યા છે જે 13 તારીખ બપોરે 3.30 કલાક સુધી સ્વીકારવામાં આવશે, આ સાથે સોસીયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝ કરી કામગીરી હાથ ધરાઇ છે > કે.ડી ભગત, ચૂંટણી અધિકારી

9 તાલુકા પંચાયત

તાલુકોબેઠકો ફોર્મ ઉપડ્યાં
આમોદ16 75
જંબુસર22 40
ભરૂચ30 35
વાગરા18 51
અંક્લેશ્વર26 64
હાંસોટ16 09
ઝઘડિયા22 59
વાલિયા16 72
નેત્રંગ16 45
કુલ182 450

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો