તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હદયસ્પર્શી અપીલ:જિલ્લા પંચાયતના પ્રમુખે ચીકદા PHC ખાતે કોરોનાની રસી મુકાવી

ચિકદા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લાવાસીઓને પૂરતો સહયોગ આપવા કરી હદયસ્પર્શી અપીલ

નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ દેડીયાપાડા તાલુકાના ચીકદા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. રસી લીધા બાદ પર્યુષબેન વસાવાએ જિલ્લા વાસીઓ જોગ તેમના સંદેશામાં જણાવતાં કહ્યું છે કે, મે પણ આજે કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ લીધો છે. આ રસીની કોઇ આડઅસર નથી. રસી સંપૂર્ણ સુરક્ષિત છે સરકારે રસીકરણની હાથ ધરેલી આ ઝૂંબેશની માર્ગદર્શિકા મુજબ અગ્રતાક્રમમાં આવનાર તમામ લોકોએ સમયસર રસીનો લાભ લેવો જ જોઇએ અને પોતાની જાતને સુરક્ષિત રાખવાની સાથોસાથ સંપર્કમાં આવનાર અન્ય લોકોપણ સુરક્ષિત રહેશે. અને આ રીતે કોરોનાના સંક્રમણને અટકાવવાં અને તેને માત આપવાની સરકારશ્રીની આ રાષ્ટ્રવ્યાપી કામગીરીમાં આપણા સહુના સહયોગ સાથેનું અમૂલ્ય યોગદાન લેખાશે.

આ બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલે જણાવ્યું હતું કે, 1 લી એપ્રિલ થી 45 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી મુકવાની ઝુંબેશમાં જિલ્લાના કુલ 260 જેટલાં કેન્દ્રો ખાતેથી કોવિડ-19 ની રસી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો