તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઔષધિ સેવા:જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા દ્વારા ઝનોરમાં રોગપ્રતિકારક ઉકાળા અને આર્સેનિક આલ્બમ-30નું ઘરે ઘરે વિતરણ શરૂ

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંભવત કોરોનાની ત્રીજી વેવ અગાઉ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા પ્રયાસ

ભરૂચ તાલુકાના ઝનોર ગામે જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા દ્વારા કોરોના મહામારી વચ્ચે લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉકાળા અને આર્સેનિક આલ્બમ-30નું ઘરે ઘરે વિતરણ કરવામાં આવ્યું હતું.

આયુર્વેદિક રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળા વહેચ્યા

હાલ કોરોનાની બીજી વેવ લગભગ પૂર્ણ થવા જઇ રહી છે. અને દિનપ્રતિદિન નવા કેસોમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે સંભવત કોરોનાની ત્રીજી વેવ અગાઉ પાણી પહેલા પાડ બાંધવા સૌ કોઈ પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે ભરૂચ તાલુકાના ઝનોર ગામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા આયુર્વેદ શાખાના ડો. સોનાલી પાટીલ, વૈધ. વસંત પ્રજાપતિ અને ચૈતન્ય શાહે આયુર્વેદિક રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળા બનાવી સાથે આર્સેનિક આલ્બમ-30 નું ગામમાં લોકોને ઘરે ઘરે તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ વિતરણ કર્યું હતું. જેમાં સરપંચ, તલાટી તથા ગ્રામપંચાયતના સભ્યો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ હાજર રહ્યો હતો. આ કાર્યક્રમનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો

અન્ય સમાચારો પણ છે...