બેઠક:ભરૂચમાં નિરંતર વિકાસના ધ્યેયોની જિલ્લા કક્ષાની સમિતિની બેઠક મળી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેઠકમાં નિરંતર વિકાસના ઈન્ડિકેટર્સ અંગે એક્સન પ્લાન તૈયાર કર્યો

ભરૂચ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને SDGs(નિરંતર વિકાસના ધ્યેયો) 2021-22 ની જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં DSR ને બહાલી આપવી, જિલ્લાના નિરંતર વિકાસના ધ્યેયોના ઈન્ડિકેટર્સની રૂપરેખા, નિરંતર વિકાસના ધ્યેયો ઈન્ડિકેટર્સ અંગે એક્સન પ્લાન્ટ તૈયાર કરવા બાબતે, નિરંતર વિકાસના ધ્યેયો ઈન્ડિકેટર્સ માટે ટાર્ગેટ 2030 નકકી કરવા બાબતે કલેકટરએ અમલીકરણ અધિકારીઓ સાથે ચર્ચા પરસ્પર કરી અધિકારીઓને તમામ મુદ્દે યોગ્ય માર્ગદર્શન અને જરૂરી સુચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, જિલ્લા આયોજન અધિકારી આઈ.જી.પટેલ,નગરપાલિકાના ચીફ ઑફિસરો અને અમલીકરણ અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...