તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • In Bharuch District, In 9 Taluka Panchayat, 3 Municipality And District Panchayat Elections, Not A Single Nomination Paper Was Filed On The Second Day.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:ભરૂચ જિલ્લામાં 9 તાલુકા પંચાયત, 3 નગર પાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બીજા દિવસે પણ એક પણ ઉમેદવારપત્ર ન ભરાયું

ભરૂચ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભરૂચ– અંકલેશ્વરમાં બીજા દિવસે પણ એકેય ફોર્મ ન ભરાયા
 • બે દિવસમાં ભરૂચ ખાતેથી 183 ફોર્મનો ઉપાડ તો અંકલેશ્વર ખાતે 71 ફોર્મ ઉપડ્યા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થઇ ગઇ છે. ભરૂચ જિલ્લામાં ચૂંટણી સંબંધિત જાહેરનામું બહાર પડી ગયું છે. ભરૂચ જિલ્લામાં બે દિવસમાં ભરૂચમાંથી 183 જ્યારે અંકલેશ્વરમાંથી 71 ફોર્મ ઉપડ્યા હતા. જોકે ભરૂચ જિલ્લામાં આજે બીજા દિવસે પણ એકપણ ફોર્મ ભરવામાં આવ્યું ન હતું.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ગાણી 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે અને આ માટે ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ 13 ફેબ્રુઆરી છે. ભરૂચ જિલ્લામાં બે દિવસમાં ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવનારાઓ ફોર્મ તો લઇ ગયા છે, પરંતુ ફોર્મ ભરવાને લઇને પ્રથમ બે દિવસ ઉમેદવારોમાં ઉદાસનિતા જોવા મળી રહી છે. જેના કારણે હજી સુધી ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક પણ ફોર્મ ભરવામાં આવ્યું નથી.

બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ રાજ્યના બે મુખ્ય પક્ષો દ્વારા હજી સુધી 9 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને 3 નગરપાલિકા માટે ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. કોને ટિકિટ મળશે અને કોનું પત્તુ કપાશે તેને લઇને બન્ને પક્ષાના ટિકિટ વાંચ્છુઓ હાલ હાઇ કમાન્ડના નિર્ણયની રાહ જોઇને બેઠાં છે. જ્યારે બીજી તરફ બન્ને પક્ષ મહાનગરપાલિકામાં જે પ્રકારની ટિકિટ વહેંચણીને લઇને નારાજગી જોવા મળી હતી તેને ટાળવા માટે ઉમેદવારોની પસંદગીમાં સમય લઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો