તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • District Congress Symbolic Picket At Civil And Collectorate Office In Bharuch To Protest Against Wrong Policies Of The Government

વિરોધ:ભરૂચમાં સરકારની ખોટી નીતિઓના વિરોધમાં સિવિલ અને કલેકટર કચેરી પર જિલ્લા કોંગ્રેસના પ્રતીક ધરણા

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીલ્લા કલેકટર કચેરી તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ કર્યો

કોરોના સંક્રમણની ચેન તોડવા સરકાર નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ કલેકટર કચેરી તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રતીક ઘરણા પર બેસી સરકારની અણઆવડતનો વિરોધ કર્યો હતો.

પ્રતીક ઘરણા પર બેસી સરકારની અણઆવડતનો વિરોધ કર્યો

કોરોનાકાળના વધતા કેસો અને મૃત્યુ આંક, સિવિલ હોસ્પિટલમાં પણ વ્યવસ્થાઓનો અભાવ, હોસ્પિટલોમાં બેડ ન મળવા તમામ હોસ્પિટલો ફૂલ થતા લોકો હોમઆઇસોલેટ થઈ રહ્યાં છે. ઓક્સિજનની અછત, રેમડેસિવિર ઈન્જેકસનોની કલાબજારી, સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના અણઘડ વહીવટ અને સરકારની ખોટી નીતિઓ તેમજ સંકલનના અભાવે લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યાં છે. જેમાં કોરોના સંક્રમણની ચેન તોડવા સરકાર નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ જીલ્લા કલેકટર કચેરી તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રતીક ઘરણા પર બેસી સરકારની અણઆવડતનો વિરોધ કર્યો હતો.

આ ધરણાં કાર્યક્રમમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પરીમલ સિંહ રણા, સંદીપ માગરોળા, શહેર પ્રમુખ વિકી શોકી ઉપસ્થિત રહી તંત્રના અંધાર વહીવટ બાબતે ધરણા પર બેઠા હતા.

અન્ય સમાચારો પણ છે...