તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:લેન્ડ ગ્રેબિંગના 23 કેસમાં ગૂનો નોંધવા જિલ્લા કલેક્ટરનો હૂકમ

ભરૂચ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કલેક્ટર સમક્ષ અત્યાર સુધી 70 કેસોની રજૂઆત
 • જંબુસર, ઝઘડિયા, ભરૂચ, વાલિયા, આમોદના કેસ

ભરૂચ જિલ્લામાં સરકારી તેમજ ખાનગી જમીનો પર ગેરકાયદે રીતે દબાણ કરનારાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવાની કવાયત વહિવટી તંત્રએ શરૂ કરી દીધી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની 70 રજૂઆતો આવી છે. જે પૈકી 23 કેસોમાં પોલીસ ફરિયાદ કરવાનો હૂકમ કલેક્ટરે કર્યો છે.

સગા સંબંધીઓ કે પછી રાજકિય-આર્થિક વગ ધરાવતાં અથવા તો ગુનાઇતકૃત્ય સાથે સંકળાયેલાં લોકો દ્વારા સરકારી અને ખાનગી જમીનો પર ગેરકાયદે રીતે કબજો જમાવી દેવાય છે. આવા ગેરકાયદે દબાણને લઇને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે લેન્ડ ગ્રેબિંગ કરનારાઓ સાથે કડક કાર્યવાહીનો દોર હવે શરૂ થઇ ગયો છે. જિલ્લા કલેક્ટર ડો. એમ. ડી. મોડીયા સમક્ષ અત્યાર સુધીમાં 70 જેટલી જગ્યા-મિલ્કત પર લેન્ડ ગ્રેબિંગ થયું હોવાના આક્ષેપ સાથે રજૂઆતો આવી હતી. જેના પગલે લેન્ડ ગ્રેબિંગની સમિતીમાં તે પ્રશ્નોન અંગે ચર્ચા બાદ તે પૈકીના 23 કેેસો પર નિર્ણય લેવાતાં કલેક્ટરે તે તમામ કેસોમાં પોલીસ ફરિયાદ કરવાનો હૂકમ કર્યો છે.

જિલ્લામાં ક્યાં ક્યાં ફરિયાદ નોંધાશે
જિલ્લામાં જંબુસરના દહેગા ગામે 14, ઝઘડિયા તાલુકામાં 4, વાલિયા તાલુકામાં 1, ભરૂચ તાલુકામાં 2 તેમજ આમોદ અને અંક્લેશ્વર તાલુકામાં 1-1 કેસ નોંધવાનો હૂકમ કરાયો છે. જોકે ઝઘડીયાના અવિધા ગામમાં અને વાલિયાના એક કેસમાં ફરિયાદ નોંધાઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો