તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલન:કૃષિ કાયદાની માહિતી પત્રિકાનું ભરૂચના પાંચ તાલુકાઓમાં વિતરણ કાર્ય પૂર્ણ થયુ

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • આજે નેત્રંગ અને ઝઘડિયા તાલુકાના ખેડૂતો સાથે મુલાકાત કરીને પત્રિકાઓ વહેંચશે

દિલ્હીની સરહદો પર ચાલતા ખેડૂત આંદોલનમાં સહયોગ આપવા માટે હવે ભરૂચના ખેડૂત આગેવાનોએ સ્થાનિક કક્ષાએ ખેડૂતો સાથે સંવાદ કરવાનું શરૂ કર્યુ છે. ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિની આગેવાનીમાં રાજ્યભરમાં 5 લાખ પત્રિકાઓ વહેચવાનું આયોજન હતુ. જે પૈકી ભરૂચના 5 તાલુકાઓમાં પત્રિકાનું વિતરણ ખેડૂતોને કરી દેવાયુ છે. જેમાં કંપની સરકારના કાળા કાયદાઃ ખેડૂતો અને નાગરિકો ગુલામ બનશે, ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ (એપીએમસી)ને બંધ કરવાનો કારશો, કોન્ટ્રાક્ટ ફાર્મીંગઃ કેટલો લાભ કેટલુ નુકશાન અને આવશ્યક ચીજવસ્તુ ધારા કાયદોઃ સંગ્રહખોરીની સત્તાવાર છૂટ શિર્ષકથી પત્રિકાઓ વહેચી છે. આજે નેત્રંગ અને ઝઘડિયા તાલુકામાં આ પત્રિકાઓ વહેચાશે. ભરૂચ, આમોદ, જંબુસર, વાગરા અને વાલિયા તાલુકામાં પત્રિકાઓનું વિતરણ ખેડૂતોને કરીને તેમની સાથે ચર્ચાવિચારણા કરી તેમને મુંઝવતા સવાલોનું નિરાકણ લાવવાનો પ્રયત્ન કરાયો હતો. જોકે દેશભરમાં આ કૃષિકાયદાઓના વિરોધની સાથે સમર્થનમાં પણ ઘણા ખેડૂત સંગઠનો અને આગેવાનો આવ્યા છે.

સુરતના જહાંગીરપુરમાં 3 જાન્યુઆરીએ સંમેલનમાં ભરૂચના 100 ખેડૂતો જોડાશે
ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ કરમરિયાએ જણાવ્યુ હતુ કે, નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ગુજરાતના ખેડૂતો સંમેલન કરશે. રાજ્યભરમાંથી ત્રણ ઝોનમાં સંમેલન યોજાશે. જેમાંથી સુરતના જહાંગીરપુરમાં 3 જાન્યુઆરીએ ખેડૂત સંમેલનમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો સહિત ભરૂચના 100 ખેડૂતો ભાગ લેશે. હવે કૃષિ સુધાર કાયદાઓના વિરોધમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સંબોધવા અને લોક જાગૃતિ માટે દિલ્હીમાં આંદોલન કરતા સંગઠનોના આગેવાનો આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો