ધિંગાણું:દુકાનના સોદાના રૂપિયાની લેવડ દેવડ બાબતે બે પક્ષ વચ્ચે ધિંગાણું

ભરૂચ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પહેલાં સોદાનો સમય વિતતાં બીજાને દુકાન વેચી

ભરૂચના ઝાડેશ્વર ચોકડી પાસે આવેલાં અભીન એવન્યુમાં રહેતાં કામિની નરેશ મકવાણાની રામવાટિકા કોમ્પલેક્ષમાં ગાયત્રી ફ્લોરમીલ નામની દુકાન આવેલી હતી. જે દુકાન મહેશ કાંતિ નિઝામાએ ખરીદવાની હોઇ 58 લાખમાં સોદો નક્કી કર્યો હતો. મહેશ નિઝામાએ તેમને 9 લાખ રૂપિયા આપ્યાં હતાં. જોકે, 3 મહિનાનો સમય થયો હોઇ તેમણે સોદો પુરો નહીં કરતાં દંપતિએ મહેશને રૂપીયા પરત આપ્યાં હતાં.

અને દુકાન બીજાને વેચી હતી. જોકે, મહેશે તેમને મેં વ્યાજેે રૂપિયા લાવ્યો હોઇ તેનું વ્યાજ તમારે ચુકવવા પડશે તેમ કહીં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી કામિની બેનના પતિને માર માર્યો હતો. બનાવના પગલે ક્રિષ્ણનગર સોસાયટીમાં રહેતાં મહેશ કાંન્તિ નિઝામાએ ફરિયાદ નોંધાવી હતી કે, નરેશ માનાભાઇ મકવાણા તેમજ તેમની પત્ની કામિનીએ તેમની દુકાને આવ્યાં હોઇ દુકાનના સોદાના નવ લાખના બદલામાં આપેલાં 50 હજારનો ચેકને પગલે બેન્કમાં તપાસ કરતાં તેમના ખાતામાં રૂપિયા ન હોવાનું જણાયું હતું.

અન્ય સમાચારો પણ છે...