બેઠક:ભરૂચ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં રસ્તા-સુધારા, ડિઝાસ્ટર અને મીઠાના અગરની ચર્ચા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આયોજન ભવનમાં સંકલન અને ફરિયાદ નિવારણની બેઠક

ભરૂચના આયોજન ભવન ખાતે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠકને ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં તેમણે પદાધિકારીઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નો અંગે વિગતવાર માહિતી સાથે તેમણે પ્રત્યુત્તર પાઠવવા અધિકારીઓને બેઠકમાં ભારપૂર્વક જણાવ્યું હતું. વધુમાં તેમણે રસ્તા-સુધારા,ડિઝાસ્ટર, ઢાઢર નદીના પાણી ગામમાં ઘૂસવા, મીઠાના અગરીયા,મીઠા ઉધોગ, ગેરકાયદેસર દબાણ,ગૌચર જમીન સહિત વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

તથા તેના હકારાત્મક ઉકેલ કરવામાં આવ્યો હતો.સંકલન બેઠક બાદ જિલ્લા અમલીકરણ અધિકારીઓની બેઠકમાં કલેકટરએ સરકારી વિભાગોના પડતર તુમાર નિકાલ, પડતર અવેઇટ કેસો, ગ્રામ સભાના પડતર કેસોના નિકાલ માટે સત્વરે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સહિત નિવૃત્ત સરકારી કર્મચારીઓના પેન્શન કેસ, ખાનગી અહેવાલ,ગ્રેજ્‍યુઇટી વગેરેની સમયસર ચૂકવણી, માહિતી એક્ટની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા ઉપરાંત સરકારી બાકી લેણાંની વસુલાત અંગે સમીક્ષા કરી હતી.

સંબંધિત અધિકારીઓને જરૂરી કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ બેઠકમાં જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, ભરૂચના એએસપી વિકાસ સુંડા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...