ઉદ્યોગોનું પ્રયાણ:અંકલેશ્વરમાં ડિસ્ચાર્જની મંજૂરી નહીં, EC મળવું મુશ્કેલ બનતાં દહેજ-સાયખામાં ઉદ્યોગોનું પ્રયાણ

ભરૂચ,વાપી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અંકલેશ્વર અને વાપી GIDCમાં એક્સપાન્શની મંજૂરીના અભાવે ઉદ્યોગકારોએ સ્થળ બદલ્યું
 • ​​​​​​​વાપી-અમદાવાદના અનેક ઉદ્યોગોએ પોતાના નવા એકમો ભરૂચ જિલ્લાના દહેજ અને સાયખામાં કાર્યરત કર્યા, એક્ષપ્રેસ હાઈવે બનતા હજીરા પહોંચવા માત્ર 40 કિમીનું અંતર

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત તરીકે ઓળખાતી અંકલેશ્વર જીઆઈડીસી તથા આર્થિક વિકાસ નગરી ગણાતી વાપી જીઆઇડીસીમાં ઉદ્યોગોને જગ્યા મળવી હવે મુશ્કેલ છે. સાથે એક્સપાન્શનની મંજુરી નહીં મળતાં અંકલેશ્વર અને વાપીના ઉદ્યોગકારો નવા એકમો માટે દહેજ અને વિલાયત જીઆઈડીસીની વધુ પસંદગી કરી રહ્યા છે. તેનું કારણ અંકલેશ્વર જીઆઈડીસીમાં એક્સ્પાન્સન કરવું મુશ્કેલ અને પર્યાવરણીય મંજૂરીના અનેક પ્રશ્નો સાથે ડિસ્ચાર્જની મંજૂરી પણ નહીં મળતાં દહેજ તરફ જઈ રહ્યા છે.

જ્યારે વાપીના ઉદ્યોગો જમીન માટેનો ભાવ જે દહેજમાં સસ્તા પડે છે. વાપીમાં હાલ સ્ક્વેર મીટરનો ભાવ રૂ.4790 છે. જેની સામે દહેજમાં અડધો ભાવ છે. વાપીના 30 જેટલા ઉદ્યોગકારોએ દહેજ અને સાયખામાં રોકાણ કર્યુ છે. અંકલેશ્વરના કેટલાક એકમોએ દહેજમાં મોટા પ્લોટોમાં પોતાના પ્લાન્ટ કાર્યરત કર્યા છે.અંકલેશ્વર અને વાપી જીઆઈડીસી ક્રિટકલ ઝોનમાંથી બહાર આવ્યાં બાદ પણ ઉદ્યોગોના એક્પાન્શનની કામગીરી ખોરંભે પડી છે. જગ્યાના અભાવે ઉદ્યોગોને એક્સાપન્સન કરવું પણ મુશ્કેલ બની રહ્યું છે.

આ ઉપરાંત ઈસી (એન્વાયરમેન્ટ ક્લીયરન્સ) માટે પણ ઉદ્યોગકારોએ ખૂબ હાલાકી ભોગવવી પડે છે, ત્યારે ઉદ્યોગકારોએ નવા એકમો શરૂ કરવા તથા બીજા યુનિટ માટે દહેજ અને સાયખાની વધુ પસંદગી કરી રહયાં છે. રાજય સરકારની નવી પોલીસી મુજબ 2021માં દહેજ અને સાયખામાં મોટા ઉદ્યોગોને પ્લોટની ફાળવણી કરાઈ રહી છે.

ઉદ્યોગો માટે વીજળી, પાણી અને ડિસ્ચાર્જની વ્યવસ્થા દહેજમાં સરળતાથી ઉપલબ્ધ
દહેજમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારું છે. તમામ ઉદ્યોગો માટે સૌથી મહત્વનો મુદ્દો એટલે પાણી, વીજળી અને ઈન્ફ્લુઅન્સ ડિસ્ચાર્જની લાઈન જરૂરી હોય છે. આ બધી જ બાબતો દહેજમાં સરળતાથી ઉપલબ્ધ છે. એન્વાયરમેન્ટના જે ઈસ્યુ થાય છે જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે 200 કરોડ કરતા વધુના ખર્ચે સરકાર મોટું ઈન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહી છે.

અહીં ઉદ્યોગો માટે સુક્યુરિટી પણ વધારે સારી છે. ભાડભૂત બેરેજ આવી રહ્યો છે જે ઉદ્યોગો માટે વોટર સિક્યુરિટીનો બેઝ બની જશે. કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ માટે વોટર સિક્યુરિટી સૌથી મહત્વની બાબત છે. સાથો સાથ એક્ષપ્રેસ હાઈવે બનતા માત્ર 40 કિમીના અંતરમાં જ હજીરા પહોંચી શકાશે. જેમાં જગ્યાનો એડવાન્ટેજ દહેજને મળશે અને પોર્ટનો એડવાન્ટેડ હજીરાને મળશે. > હરિષ જોશી,પ્રેસિડેન્ટ- ભરૂચ ડિસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ એસોસિએશન.

સેફ્ટીની દ્રષ્ટિએ ખુલ્લી જગ્યામાં કામ કરવું વધુ સરળ રહે
દહેજ અને સાયખામાં ડિસ્ચાર્જ અવેઈલેબલ છે. એટલે અમદાવાદ, અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયાથી પણ શિફ્ટ થયા. ચાઈનાની સાથે કોમ્પિટિશન થઈ રહી છે એટલે ઉદ્યોગકારો એક્સ્પાન્સન કરી રહ્યા છે. સેફ્ટી અને એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ ખુલ્લી જગ્યામાં કામ કરવું વધુ સરળ રહે તે માટે ઉદ્યોગો શિફ્ટ થઈ રહ્યા છે.> રમેશ ગાભાણી- AIA પ્રમુખ, અંકલેશ્વર.

ફોરેન વિઝિટ માટેનું યુનિટ બનાવવું ઉદ્યોગો માટે સરળ બને
દહેજમાં જમીનો સસ્તી છે. વર્ષ 2007 પછી હજી સુધી વોટર ડિસ્ચાર્જની મંજૂરી મળતી નથી. વોટર ડિસ્ચાર્જ વગર ઈન્ટરમિડિયેટ, ડાઈઝ કે ફાર્મા કંપની માટે મટિરિયલ બનાવવું મુશ્કેલ છે. ઉદ્યોગોને તેની કોસ્ટ પરવડે તેમ નથી. ફોરેન વિઝિટ માટેનું યુનિટ બનાવવું હોય તો ત્યાં સરળ બને. એટલે બધાં ત્યાં જઈ રહ્યાં છે.> જશુભાઈ ચૌધરી, AIA, ઉપપ્રમુખ.

ભરૂચ જિલ્લાની પસંદગીના કારણો

 • ​​​​​​​અંકલેશ્વર અને વાપી જીઆઇડીસીમાં મોટા પ્લોટોની જગ્યા નથી. દહેજ, સાયખા, વિલાયતમાં મોટા પ્લોટોની ફાળવણી કરવામાં આવી રહી છે.
 • દહેજથી દરિયા કિનારો નજીક હોવાથી કન્ટેનરોની અવર-જવર માટે સરળતા રહેતી હોય છે.
 • કેમિકલ ક્લસ્ટર, ગોલ્ડન કોરીડરો પર આવેલા ભરૂચના ઉદ્યોગો, પેટ્રોકેમિકલ હબ, એગ્રો, ડાઇઝ ઇન્ટર મિડિયેટ અને પીગ્મેન્ટ સહીત રસાયણ માટે જાણીતા છે. જેઓ કાચો માલ ચીન સહીત અન્ય વિદેશી કંપની પર નિર્ભર હતા જેને લઇ એક્ષ્પોર્ટ વધુ થઇ રહ્યું છે.
 • પી.એમ.ની જાહેરાત બાદ સ્થાનિક ઉદ્યોગોએ પણ હવે રો-મટીરીયલ બનાવવા જરૂરી રિસર્ચ શરૂ કરી દીધું છે. 2021-22માં આત્મનિર્ભર અંતર્ગત દહેજ- સાયખામાં સૌથી વધુ નેશનલ- મલ્ટી નેશનલ કંપની આવી રહી છે.
 • હાલ આત્મ નિર્ભર ભારત અંતર્ગત દહેજ અને સાયખા જીઆઇડીસીમાં ઉદ્યોગોની માંગ વધી છે.
 • દહેજ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (સેઝ) લિમિટેડમાં 12 વર્ષમાં આ સેઝમાં મૂડીરોકાણ વધીને 42042 કરોડ રૂપિયા થયું છે.
 • કંપનીના પ્રમોટર ભારત સરકારના ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં દહેજ સેઝ એ ગુજરાતમાં ભરૂચ જિલ્લાના વાગરામાં 1682 હેક્ટર જમીનમાં પથરાયેલું છે.
 • નવી GIDCથી MSME સેક્ટરને 500થી 2000 ચોરસ મિટરના 2570 પ્લોટ ઉપલબ્ધ થઇ રહ્યાં છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...