તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એક તરફ જ્યાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભરૂચમાં ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે કોંગ્રેસમાં નારાજગી અને વિરોધનો સૂર ઉભો થવાની ભીતિએ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી ન હતી. જોકે ઉમેદવારો પોતાની રીતે જ આજે ફોર્મ ભરી રહ્યાં છે અને હવે કોંગ્રેસ તરફથી તેમને મેન્ડેટ આપવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.
કોંગ્રેસ કે સૌથી જૂની પાર્ટી ગણવામાં આવે છે તેને આ વખતે પાર્ટીના જ નિયમોને જાણે નેવે મૂકી દીધા હતા. કોયર્યકરોની નારજગીને જોઈને અંતિમ દિવસ સુધી કોંગ્રેસ દ્વારા ઉમેવારોના નામોની જાહેરાત જ કરવામાં ન આવ્યા નથી. જેમને ઉમેદવારી નોંધાવવાની છે તેમને ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે. આજરોજ ભરુચ ખાતે કોંગ્રેસનાં ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા હતા. વોર્ડ નંબર 2 ના સભ્યોએ ફોર્મ પેનલ સાથે ફોર્મ ભર્યા હતા. તો અન્ય સભ્યોએ પણ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જો કે કોંગ્રેસ હવે બાદમાં તેઓને મેન્ડેટ આપશે અને તેઓ કોંગ્રેસ પક્ષા તરફથી ઉમેદવારી નોંધાવશે.
કોંગ્રેસમથી ટિકિટ ન મળતા જિલ્લા કોંગ્રેસ મહિલા પાંખના ઉપપ્રમુખે રાજીનામું ધરી દઈ આમ આદમી પાર્ટીમથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. અંકલેશ્વરની જિલ્લા પંચાયતની સારંગપુર બેઠક માટે કોંગ્રેસનાં મહિઉલા પાંખના જિલ્લા ઉપપ્રમુખ ઉર્મિલા ભગતે ટિકિટ માંગી હતી પરંતુ પક્ષે તેઓને ટિકિટ આપી ન હતી જેથી પક્ષથી નારાજ થઈ તેઓએ પક્ષમાથી રાજીનામું આપી દીધું હતું અને આમ આદમી પાર્ટીમથી જિલ્લા પંચાયતની સારંગપુર બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.