• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • DGVCL Teams Conducted Electricity Checking, Caught Electricity Theft From 14 Connections In Walia Town, Fined 1.14 Lakhs​​​​​​

વીજચોરોમાં ફફડાટ:ડીજીવીસીએલની ટીમોએ વીજ ચેકિંગ હાથ ધર્યું, વાલિયા ટાઉનમાં 14 કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપાઈ, 1.14 લાખનો દંડ ફટકાર્યો ​​​​​​​

ભરૂચ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાલિયા ટાઉનમાંથી વીજ ટીમોએ દરોડા પાડી 14 વીજ કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપી પાડી હતી. તેમજ વીજચોરી કરનારાઓને 1.14 લાખનો દંડ ફટકાર્યો છે.

વાલિયા તાલુકામાં માર્ચ એન્ડીંગ અને વીજ ચોરીની ઘટનાઓને ડામવા માટે ડીજીવીસીએલ અંકલેશ્વર સર્કલ અને સુરત કોર્પોરેટ ઓફીસ દ્વારા વીજ ડ્રાઈવ યોજી દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ વહેલી સવારે ડીજીવીસીએલ કોર્પોરેટ કચેરીના માર્ગદર્શન હેઠળ સાત ટીમો દ્વારા વાલિયા સબ ડિવિઝનના તાબા હેઠળ આવતા ટાઉન ફીડર ઉપર વાલિયા ગામમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. વીજ કંપનીની ટીમોએ 209 વીજ કનેક્શન ચેક કરતા 14 કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ હતી. જેથી વીજ ચોરી કરતા 14 જેટલા ગ્રાહકોને રૂપિયા 1.14 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજ કંપનીના દરોડાને પગલે ગેરરીતિ આચરનારાઓમાં ફફડાટ વ્યાપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...