વિરોધ:DGVCL કચેરીએ ખાનગીકરણ મામલે કર્મચારીઓ દ્વારા વિરોધ

ભરૂચ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કચેરીના ગેટ પાસે વીજ કર્મીઓએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યાં

ભરુચ ખાતે ડીજીવીસીએલ કચેરી વિજ વિભાગના ખાનગી કરણના મામલે કર્મચારીઓ દ્વારા વિરોધ દર્શાવવા હતો. ડીજીવીસીએલના કર્મીઓએ ઓફીસના ગેટ પાસે સુત્રોચ્ચાર કરવામા આવ્યા હતા.દેશમાં ઈલેક્ટ્રિસિટી એક્ટ 2003ના સુધારા બિલ 2021ના વિરોધમાં અને નેશનલ કોઓર્ડીનેશન કમિટી ઓફ ઇલેક્ટ્રિસિટી એમ્પ્લોઈઝ એન્ડ એન્જિનિયર્સના આદેશ અનુસાર ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ અને ભરૂચ ડીજીવીસીએલ દ્વારા ખાનગીકરણ ઇલેક્ટ્રિસિટી બીલના સુધારાના વિરોધમાં મક્તમપુર ખાતે આવેલી વીજ કચેરી દરવાજા પાસે સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરવામાં આવ્યો હતો.

ભરૂચ ડીજીવીસીએલના કર્મચારી દ્વારા વીજતંત્રમાં દિનપ્રતિદિન ખાનગીકરણનું દૂષણના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી અને ખાનગી કરણના દૂષણોને ડામી દેવાના અવાજને બુલંદ બનાવવા માટે આજરોજ ભરૂચ ડીજીવીસીએલ કચેરી ખાતે યુનિયનના લીડરો અને આગેવાનો અને કર્મચારીઓએ એકત્રિત થઈને ખાનગી કરણ ઇલેક્ટ્રિસિટી બીલના સુધારાના વિરોધમાં દેખાવો સૂત્રોચ્ચાર કરાયા હતા અને અન્યાય વિરુદ્ધ એક જ અવાજ ખાનગીકરણ બંધ કરો,એક જ ધ્યેય નફા માટે મોંધી વીજળી જેવા સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...