ભરૂચ ડિજીવીસીએલ કંપનીએ અંકલેશ્વર વિભાગીય કચેરીએ વાલીયા સબ ડિવિઝન તાબાના આજુબાજુના ગામોમાં વીજ ચેકિંગની ટીઓ ડ્રાઇવ હાથ ધરતા કુલ રૂ.3.22 લાખની વીજ ચોરી કરતા ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
ભરૂચ ડીજીવીસીએલ કંપનીની કોર્પોરેટ કચેરીના માર્ગદર્શન હેઠળ ભરૂચ સર્કલ વિજિલન્સ ટીમ તથા અંકલેશ્વર વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેરની સૂચનાથી વીજ ચેકીંગની સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી.આ ચેકિંગ ડ્રાઈવમાં ડિજીવીસીએલ કંપનીએ કુલ 6 ટીમો બનાવીને વાલીયા સબ ડિવિઝન તાબા હેઠળ આવતા ગામોમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવતા ગામમાં દોડધામ મચી ગઇ હતી.જેમાં કોઢ અને તેની આજુબાજુના આશરે 179 જેટલા વીજ કનેક્શનનું અલગ અલગ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયુ હતું.
આ ચેકીંગ દરમિયાન કોંઢ ગામના મહંમદ બિલાલ ઇસ્માઇલ,ભાયાત આદમ મહંમદ સહિત અન્ય ગ્રાહકો વીજ ચોરી કરતા રંગે હાથે ઝડપાઇ ગયા હતા.વીજ ટીમોએ આશરે રૂપિયા 3 લાખ 22 હજારની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી.વીજ ટીમોએ કરેલા આકસ્મિક વીજ ચેકીંગના કારણે આસપાસના ગામોમાં ચર્ચાના વિષયો સાથે વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.