તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થનિકોમાં હાલાકી:DGVCL ભરૂચ સિટી ડિવિઝનના તાબામાં છેલ્લા એક વર્ષથી વીજ પુરવઠાના ધાંધિયા

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક વખત વીજ પુરવઠો ખોરવાય તો 3થી 4 કલાક પુનઃ કાર્યરત થતા સ્થનિકોમાં હાલાકી
  • વહેલી તકે યોગ્ય સમારકામ નહીં કરવામાં આવે તો સ્થાનિકો આંદોલન કરશે

ડીજીવીસીએલ ભરૂચ સીટી ડિવિઝનના તાબા હેઠળ આવતા ભરૂચ સીટી તથા ભરૂચ સિટીને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારની સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી લાઈટોના ધાંધિયા ચાલી રહ્યા છે.આ ડિવિઝનમાં એક વર્ષથી નવા હાજર થયેલા અધિકારીઓ ઘરેથી અપડાઉન કરતા હોવાના કારણે ફરજના સ્થળ ઉપર હાજર નહીં રહેતા કામ પર પૂરતું ધ્યાન ન આપી શકવાની પણ ફરિયાદો ઉઠી છે.ભોલાવ અને નંદેલાવ વિસ્તારમાં અનેક વખત વીજ- લાઈનમાં ફોલ્ટ થવાના કારણે વીજળી ડૂલ થઈ જતા ત્રણથી ચાર કલાક સુધી વીજ પુરવઠો મળતો નથી. જેતી નાગરિકો અને ગ્રાહકોને હાલાકીની સામનો કરવો પડે છે.

ડીજીવીસીએલ ભરૂચ સીટી ખાતે કંટ્રોલમાં આપવામાં આવેલો મોબાઈલ ફોન સ્વિચ ઑફ આવે છે,જ્યારે કમ્પ્લેન માટેનો ટેલિફોન સતત વ્યસ્ત આવતો હોય છે.જ્યારે અમુક અધિકારીઓ વડોદરાથી કે સુરતથી અપડાઉન કરતા હોય તેમના ફોન પણ રાત્રે બંધ આવે છે કે તેઓ ફોન ઉંચકતા નથી જેવી ગંભીર ફરિયાદ ભૂતકાળમાં નાગરિકો દ્વારા કરી છે. આવા અનેક કારણોસર નાગરિકો અને ગ્રાહકો હેરાન થઈ રહ્યા છે. જો આમ જ રેઢિયાળ તંત્ર ચાલશે તો દિવસોમાં ડીજીવીસીએલ સામે બાયો ચડાવી આંદોલન કરે તેવી માહિતી સાંપડી છે.

અન્ય સમાચારો પણ છે...