તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભક્તોની ભીડ:સોમવતી અમાસે ભરૂચ જિલ્લામાં ભક્તો નર્મદા સ્નાન માટે ઉમટ્યાં

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રાવણ માસના છેલ્લા સોમવારે ઠેર ઠેર મંદિરોમાં ભક્તોની ભીડ જામી

ભરૂચ જિલ્લામાંથી પસાર થતી પુણ્યસલીલા માં નર્મદાનું હિન્દુ શાસ્ત્રોમાં અનોખું મહત્ત્વ રહેલું છે. લોકો નર્મદા સ્નાન કરીને ધન્યતા અનુભવે છે, ત્યારે સોમવારે સોમવતી અમસનો શુભ યોગ હોવાથી જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીના કિનારે લોકોએ દર્શન અને સ્નાનનો લ્હાવો લીધો હતો. જિલ્લામાં આવેલા શિવાલયોમાં શ્રાવણના છેલ્લા સોમવારે ભક્તોની દર્શન માટે ભીડ જામી હતી.

ગુજરાતના મીની સોમનાથ તરીકે જાણીતા કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે સોમવતી અમાસ અને શ્રાવણ માસના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં શિવભકતો ઉમટી પડ્યા હતા.સ્તંભેશ્વર મહાદેવને સ્વયં દરીયા દેવ અભિષેક કરવા આવે છે. શ્રાવણના માસના પવિત્ર દિવસે વહેલી સવારથી મોડી સાંજ સુધીમાં મોટી સંખ્યામાં ભકતોએ પૂજા, દર્શન સાથે અહીના ગુપ્તતીર્થમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી.

જિલ્લા પોલીસે કાયદો- વ્યવસ્થા જાળવવા રવિવારથી જ પોલીસ કાફલો બંદોબસ્ત અને વ્યવસ્થામાં તૈનાત રહ્યો હતો. સોમવતી અમાસે સ્તંભેશ્વર મહાદેવ મંદિરે વિશેષ સજાવટ સાથે શિવલિંગને પણ શણગાર કરાયો હતો.લઘુરૂદ્રમાં પણ શ્રદ્ધાળુઓ જોડાયા હતા. નર્મદા નદીમાં સ્નાનનો પણ ભક્તોએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...