તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની અસર:દેવ દિવાળીએ શુકલતીર્થની જાત્રા રદ,લોકોને દર્શનનો લાભ નહીં મળે

ભરૂચ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 333 શિવ ર્તીથો-28 વિષ્ણુર્તીથો પૈકી શુકલર્તીથનું સવિશેષ મહાત્મ્ય

પુરાણોમાં પંચર્તીથ તરીકે ઓળખાતા ભરૂચથી 15 કિમી દૂર નર્મદા કિનારે આવેલા શુકલર્તીથ ખાતે કાર્તિ‌કી અગિયારસથી પૂનમ સુધી સૂક્ષ્મરૂપે શંકર અને વિષ્ણુ સ્વયંભૂ ઉપસ્થિત રહેતા હોવાની માન્યતાનાં આધારે સૈકાઓથી ભગવાન શંકર અને વિષ્ણુના માનમાં અહીં 5 દિવસની જાત્રા ભરાઇ છે. શુકલર્તીથની જાત્રામાં લાખો જાત્રાળુઓ ઉમટી ર્તીથાટન, સ્નાન, દર્શન, પિતૃતર્પણ કરી કૃતકૃત્ય થાય છે. જોકે આ વર્ષે ઇતિહાસમાં પહેલીવાર કોરોનાનાં કારણે જાત્રા-મેળો મોકૂફ રહેતા દેવો તો ઉમટશે પણ 4 લાખ મનુષ્યો ઉમટી શકશે નહીં.

નર્મદા નદી કિનારે શુકલતીર્થ યાત્રા ધામે સૈકાઓથી કાર્તિકી અગિયારસથી દેવદિવાળી સુધી જાત્રા-મેળો ભરાય છે. પુરાણઑક્ત મુજબ આ 5 દિવસમાં અહીં સૂક્ષ્મરૂપે દેવો ઉપસ્થિત રહે છે. જોકે કોરોનાને કારણે શુકલતીર્થ ગ્રામ પંચાયતે સર્વાનુમતે ઠરાવ કરી આ વર્ષે મેળો જાત્રા નહિ યોજવા નિર્ણય કર્યો હતો.

શુક્લતીર્થની જાત્રા થકી 5 દિવસમાં પંચાયતને 18 થી 20 લાખની આવક થાય છે જ્યારે રાજ્યભરમાંથી 4 લાખથી વધુ લોકો મેળો યાત્રા માણતા હોય છે. જાત્રામાં નદી કિનારે 1000થી વધુ પાથરણાવાળા, ખાણી પીણી, મનોરંજનના સ્ટોલ સહિતના અનેક લોકોને પણ 5 દિવસમાં મેળા થકી થતી આવક ગુમાવવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...