તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:અંકલેશ્વરમાં ઘરમાં જ ચોરી કરનાર પુત્રની અટકાયત

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ પૂર્વે માતાએ ફરિયાદ નોંધાવી હતી

અંકલેશ્વર જીઆઇડીસીમાં જોગર્સ પાર્ક વિસ્તાર આવેલ શુભલક્ષ્મી સોસાયટી માં રહેતા અર્પણા બેન અશોક હાતિમ એ જીઆઇડીસી પોલીસ મથકે આપેલી ફરિયાદ અનુસાર તેઓ પોતાના પેટી પલંગ માં સોના- ચાંદી ના દાગીના અને રોકડ મૂકી હતી. તેમના પતિ અશોકભાઈ ને 20 હજાર રૂપિયા ની જરૂર પડતા તેવો રૂપિયા કાઢવા ગયા હતા તે દરમિયાન પેટી પલંગ માં રૂપિયા ના મળતા તેઓ અંદર તપાસ કરતા અંદર કપડાંમાં મૂકેલા સોના-ચાંદી ના દાગીના પણ જોવા મળ્યા ન હતા જે આધારે તેના દ્વારા જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ માતા અર્પણા બેન એ તેમના જ પુત્ર અનિકેત હાતિમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જે આધારે પોલીસે ગણતરીના કલાકોમાં અનિકેત હાતિમ ને પોલીસે ઝડપી પાડ્યો હતો. અને તેના રિમાન્ડની તજવીજ આરંભી હતી. અનિકેત પરિવારથી અલગ રહેતો હતો અને કામ ધંધો કરતો ના હતો. તેમજ મોજશોખ કરી રૂપિયા ઉડાવતો હતો. અગાવ પણ ઘરમાં નાની મોટી ચોરી તેણે કરી હતી. પોલીસે દાગીના તેમજ રોકડ રકમ રિકવર કરવાની તજવીજ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...