કાર્યવાહી:કડકિયા કોલેજ પર વિરોધ કરવા ગયેલા NSUIના 10 કાર્યકરોની અટકાયત

ભરૂચ,અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એમ.કોમનું પેપર લીક થવા મુદ્દે કોલેજના પ્રોફેસરનું નામ બહાર આવતા વિરોધ
  • વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેળા કરનાર પ્રોફેસર વિરૂદ્ધ કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવા સુત્રોચ્ચાર

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટિ દ્વારા આયોજિત એમકોમ ચોથા સેમેન્ટરના પેપરલીક પ્રકરણમાં અંકલેશ્વરના કુસુમબેન કડકિયા કોલેજના પ્રોફેસરની સંડોવણી બહાર આવતા જ ભરૂચ એનએસયુઆઇના કાર્યકરોએ કોલેજ પર પ્રદર્શન કર્યુ હતુ. બુધવારે કડકિયા કોલેજ પર પ્રદર્શન કરવા પહોચેલા એનએસયુઆઇના 10 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

ભરૂચ એનએસયુઆઇના પ્રમુખ યોગેશ પટેલે જણાવ્યુ હતુ કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેળા કરનાર પ્રોફેસરો વિરુદ્ધ કાર્યવાહી કરી તેને તાત્કાલિક સસ્પેન્જ કરવા અન્ય બીજી વખત પેપર લીક કરીને વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફેરવે તેવા કિસ્સાઓ ન બને તેમ ગુનેગારોને સજા કરી ઉદાહરણ પુરુ પાડવું જોઇએ. એમકોમ ચોથા સેમેન્ટરનું પેપર લીક થવાને કારણે ભરૂચના 200 જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેળા થયા છે. વિદ્યાર્થીઓને ન્યાય મેળે તેથી અને લડત ચાલુ રાખીશુ. આ સંદર્ભે આગામી દિવસોમાં ગુનેગારો સામે સખ્ત કાર્યવાહી થાય તેવા પ્રયત્નો કરીશે.

અન્ય સમાચારો પણ છે...