ચોમાસાની ઋતુ સાવ નજીક આવી ગઈ છે. આ વખતે વહેલું ચોમાસું શરૂ થવાની હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે ત્યારે દર વર્ષે માર્ચ મહિનામાં શરૂ થતી પ્રિમોન્સુન કામગીરી હોવા છતાં ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં મે મહિનામાં પણ કામગીરી શરૂ નહીં કરતાં વિપક્ષે રજૂઆત કરી હતી. ભરૂચ નગરમાં આવેલી 27 જેટલી કાંસોની સફાઈ સફાઈ અને રોડ રસ્તાના પેચ વર્કના કામો કરવા કરાયા નથી.જેના કારણે વરસાદના સમયે શહેરમાં જળ બંબકારની પરિસ્થિતિ સર્જાય છે. છતાં પ્રિ મોન્સુન કામગીરીના આયોજન માટે હજી કોઈ બેઠક પણ યોજાઈ પણ નથી.
જેના કારણે વિપક્ષના સભ્યોએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિતમાં આવેદનપત્ર આપીને વહેલી તકે કામગીરી કરવાની માગણી કરી હતી.નગરપાલિકા દ્વારા દર વર્ષે કાંસના કામ માટે મોટી રકમ ખર્ચવામાં આવે છે. આ વર્ષે ભરૂચ નગરના સ્ટેશન રોડ,પાંચબત્તી,સેવાશ્રમ રોડ,દાંડિયા બજાર,ફુરજા ચાર રસ્તા અને અન્ય મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણીનો ભરાવો ન થાય તેની તકેદારી નગરપાલિકા રાખવી પડશે.
આ ઉપરાંત તળાવના કામો ગટરની સાફ - સફાઈના કામો કરવામાં આવે અને જે તે વોર્ડના સભ્યોની આ અંગે સલાહ સૂચન પણ લેવામાં આવે એવો સૂચન કર્યા હતા. જ્યારે શાસક પક્ષે ગુરૂવારે સવારથી કાંસ સફાઈની કામગીરી શરૂ કરી દીધી હોવાનું જણાવી પોતાનો બચાવ કર્યો હતો.
સત્તાપક્ષની નિષ્કાળજીના કારણે કામગીરી મોડી શરૂ થઈ
કાંસની સફાઈ માર્ચ મહિનામાં ચાલુ થઈ જતી હોય છે. આ વખતે પાલિકાની ઉદાસિનતાના કારણે કાર્યવાહી થઈ નથી. અગાઉ અનેક વખત રજૂઆત કરી હતી. પ્રમુખે કહ્યું કે ચાર પોકલેન્ડ મશીન લગાવ્યા છે પણ અમે તપાસ કર્યું તો માત્ર એક જ મશીનથી કામગીરી ચાલી રહી છે. હજી માત્ર 3-4 કાંસની કામગીરી ચાલી રહી છે. 27 કાંસની કામગીરી કરવામાં વરસાદ પૂર્વે કામગીરી. સત્તાપક્ષની નિષ્કાળજી અને અણ આવડતના કારણે કામગીરીમાં મોડું થયું છે. - સમશાદઅલી સૈયદ, વિપક્ષ નેતા, ભરૂચ નગર પાલિકા.
4 પોકલેન્ડ અને 6 જેસીબીથી કાંસની સફાઈ થઈ રહી છે
વિપક્ષે કાંસ સફાઈની કામગીરી મામલે પ્રશ્નો ઉઠાવ્યા હતા. જોકે, આ દર વર્ષની રૂટિન પ્રક્રિયા છે. દર વખતે 2 પોકલેન્ડ મશીન અને 2 જેસીબી હોય છે. આ વખતે 4 પોકલેન્ડ અને 6 જેસીબી કાંસ સફાઈની કામગીરીમાં લગાવ્યા છે. ટૂંક સમયમાં પ્રિમોન્સુનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.રસ્તાઓના પેચવર્ક માટે ક્વોરી ઉદ્યોગો બંધ રહેતાં મટિરિયલ નહીં મળવાને કારણે મોડું થયું છે. જોકે, હવે ક્વોરીઓ શરૂ થતાં પેચવર્કના કામો પણ ટૂંક સમયમાં પર્ણ કરી દેવાશે. - અમિત ચાવડા,પ્રમુખ,ભરૂચ નગર પાલિકા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.