તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ નગર પાલિકાનો વોર્ડ નંબર 9 જે નર્મદા નદીના ઓવારાની નજીક આવ્યો છે. આ વિસ્તારમાં માછીવાડના રહીશોને નદી કિનારા ઉપર આવેલો હોવા છતાં ઉનાળામાં પાણી માટે વલખાં મારે છે. સ્થાનિકોને પાલિકા દ્વારા પાણી પુરતા ફોર્સથી નહીં અપાતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. તો પવિત્ર માનવામાં આવતી નર્મદા મૈયા અહીંથી પસાર થાય છે પણ પાલિકાના પાપે નદીના ઓવારા ઉપર કચરો ઠલવાતાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. અન્ય વિસ્તારોની માફક જ અહીં પણ ગટર લાઈનની સુવિધા લોકોને મળી નથી. ખુલ્લી ગટરો માથાનો દુઃખાવો બની છે.
રસ્તાઓના તકલાદી કામના કારણે વહેલા તૂટી જાય છે
અમારા વિસ્તારની વાત કરીએ તો જાણે કોઈ સિવિધા વગરના વિસ્તારમાં રહેતા હોય તેવું લાગે છે.અમારા વિસ્તારમાં ઘણા સભ્યો અને આગેવાનો ચૂંટાયને જાય છે પરંતુ આ વિસ્તારનો કોઈ વિકાસ જ કરાતો નથી. રસ્તાઓ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવે છે પરંતુ તકલાદી કામગીરીના કારણે વહેલા તૂટી જાય છે.રસ્તાને ખોદવામાં આવે તો તેનું યોગ્ય પુરાણ અને પેચવર્ક નહીં કરવામાં આવતા પણ રોડ બિસ્માર બની જાય છે. - રેખા માછી, માછીવાડ,ભરૂચ
અમારા વિસ્તારમાં બાળકો-વડીલો માટે બાગ બનાવવા માંગ છે
અમારા માછીવાડ વિસ્તારમાં સફાઈ અને ગંદકીની ભારે સમસ્યાઓ છે.પાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી પણ ઓછા ફોર્સમાં અને અનિયમિત આવે છે.પાલિકાએ ગટર લાઈન ખોદીને પાઇપો નાખી છે પરંતુ તેને જોડાણ નહિ આપ્યું હોવાથી અંદરથી ગેસનો અવાજ આવતો હોય તેવું લાગે છે.અમારા વિસ્તારમાં બાળકોને અને વડીલો માટે બાગ બને જેથી અહીંયાના લોકોને એક ફરવા લાયક સ્થળ ઉભું થઈ શકે. - પ્રવીણ માછી, માછીવાડ,ભરૂચ
અમારા વિસ્તારમાં પીવાની પાણી ફોર્સમાં આવતું નથી
અમારા વિસ્તારમાં ઘણી સમસ્યાઓ છે.પરંતુ મુખ્ય સમસ્યા પીવાના પાણીની છે કેમ કે પાણી પુરા ફોર્સમાં નહિ આવતા અમને ઘણી તકલીફો પડે છે.શિયાળા અને ચોમાસામાં કઈ પણ કરીને ચલાવી લેવાય છે.પરંતુ ઉનાળાની સીઝનમાં પાણી માટે વલખા મારવા પડે છે.અમુક સ્થળે તો લોકો દ્વારા નાખવામાં આવતા કચરાના કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે.જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જવાથી કેટલાય લોકો અવારનવાર બીમાર પણ પડે છે. ક્યારેક તો અમારા વિસ્તારના લોકોએ જાતે જ સફાઈ કરવી પડે છે. જેથી આ વિસ્તારને સ્વચ્છ બનાવાવામાં આવે તેવી માગ છે. > રમીલા માછી, બંમ્બાખાન, ભરૂચ
નદીના ઓવારાને ફરવા લાયક બનાવવો જરૂરી
અમે નર્મદા નદીના નજીક આવેલા માછીવાડ વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી રહીએ છીએ.નગર નો ખરો અર્થ નળ,ગટર અને રસ્તાઓ થાય છે.પરંતુ હાલના ચૂંટાયેલા સભ્યો આ વોર્ડમાં બરાબર સુવિધાઓ આપી શકયા નથી.અહીંયા નીચે નર્મદાના ઓવારે ઘણો જ કચરો અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. કોઈ સફાઈ કર્મીઓ અહીંયા સાફ સફાઈ કરવા આવતા પણ નથી.કોઈ પ્રસંગ અથવા કાર્યક્રમ હોય અમારે જાતે જ અહીંયાની સફાઈ કામગીરી કરવી પડે છે.આ વિસ્તારનો વિકાસ કરીને નર્મદા નદીના ઓવારે ફરવા લાયક સ્થળ બનાવવામાં આવે તેવી રજુઆત છે.- પિયુષ માછી,માછીવાડ,ભરૂચ
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.