તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:અંકલેશ્વર ગડખોલ રેલવે ફાટક ઉપર રૂ.84 કરોડના ફ્લાયઓવરનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા મૈયા બ્રિજનું પણ ટૂંક સમયમાં ભવ્ય લોકાર્પણ કરાશે
  • અંકલેશ્વર-રાજપીપળા રૂ.100 કરોડના માર્ગનું પણ ટૂંક સમયમાં કામ શરૂ કરાશે

અંકલેશ્વર ગડખોલ રેલવે ફાટક ઉપર રૂ.84 કરોડના ફ્લાયઓવરનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ થયુ છે. તેમજ નર્મદા મૈયા બ્રિજનું પણ ટૂંક સમયમાં ભવ્ય લોકાર્પણ કરાશે. તથા અંકલેશ્વર-રાજપીપળા રૂ.100 કરોડના માર્ગનું પણ ટૂંક સમયમાં કામ શરૂ કરાશે.

વર્ષો જૂની ગડખોલ રેલવે ફાટકની સમસ્યાનો અંત આવ્યો

અંકલેશ્વર, ભરૂચ, હાંસોટ, ઓલપાડના દોઢ લાખથી વધુ વાહનચાલકોની વર્ષો જૂની ગડખોલ રેલવે ફાટકની સમસ્યાનો આજે રૂ.84 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ફ્લાયઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરાતા અંત આવ્યો છે. સુરવાડી રેલવે ફલાયોવરના એક ભાગનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં જ નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણનો પણ સુંદર કાર્યક્રમ યોજવામાં આવશે. સાથે જ ભરૂચની ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે શ્રવણ ચોકડી ઉપર 2 વર્ષ પહેલાં મંજુર થયેલા અંદાજીત રૂ.80 કરોડના ફ્લાયઓવર માટે ડી.પી.આર. બનાવવાનું કાર્ય શરૂ કરાયું છે અને ટૂંક સમયમાં જ ટેન્ડર બહાર પાડવામાં આવશે.

જિલ્લા કલેકટર અને મહાનુભાવોએ હાજરી આપી

બુધવારે કોંગ્રેસે નર્મદા મૈયા બ્રિજને ખુલ્લો મુકવા કરેલા પ્રદર્શનને નીતિન પટેલે બાલીસ ગણાવી કહ્યું હતું કે થઈ ગયેલા કામમાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની કોંગ્રેસની ગુજરાત અને દેશમાં આદત રહેલી છે, જેને કોંગ્રેસની કુટેવ કહી હતી. સુરવાડી રેલવે ફાટકના એક ફેઝના લોકાર્પણ કાર્યક્રમમાં અંકલેશ્વરમાં સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખભાઇ વસાવા, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત જિલ્લા કલેકટર અને મહાનુભાવોએ હાજરી આપી હતી.

વાહનચાલકોને પ્રથમ દિવસે જ હાલાકી ભોગવવી પડી

જિલ્લાના પ્રથમ ટી આકારના ફ્લાયઓવરનું 75 ટકા કામ થયું છે. ત્યારે તેને ખુલ્લો મૂકી દેવાયો છે. જ્યારે નર્મદા મૈયા બ્રિજનું 95 % કામ પૂર્ણ થયું હોવા છતાં કાર્યરત નહિ કરાતા પ્રજા અને વાહનચાલકોમાં રોષ સાથે અનેક સવાલો ઉભા થયા છે. અંકલેશ્વરમાં રેલવે ઓવરબ્રિજનો એક છેડો કાર્યરત કરાયાના પ્રથમ દિવસે જ સાઈન બોર્ડ નહીં જોતા કેટલાય વાહનચાલકો અટવાયા હતા. જ્યારે ફાટક પણ બંધ કરી દેવાતા વાહનચાલકોને પ્રથમ દિવસે જ હાલાકી ભોગવવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...