તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાયબ મુખ્યમંત્રી ભુલ્યા:ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ ભાષણમાં વહેવડાવી ગંગા, 3 વખત નર્મદા મૈયા બ્રિજને ગંગા મૈયા બ્રિજ કહ્યો

ભરૂચ3 મહિનો પહેલા
  • અંકલેશ્વર રેલવે ફ્લાયઓવરના ઇ-લોકાર્પણ પ્રસંગે જીભ લપસી

અંકલેશ્વર રેલવે ફ્લાયઓવરના વર્ચ્યુલ લોકાર્પણમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતના ભરૂચમાં ગંગા વહેવડાવી હતી. નર્મદા મૈયા બ્રિજના સ્થાને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે તેમના ઉદબોધનમાં ભરૂચના નર્મદા બ્રિજને ત્રણ વાર ગંગા મૈયા બ્રિજ કહીને સંબોદ્યો હતો.

50 વર્ષમાં કોંગ્રેસ સરકારે કરેલી કામગીરી ઉપર ટિપ્પણીઓ કરી

ભરૂચમાં ગોલ્ડનબ્રિજને સમાંતર 400 કરોડના ખર્ચે 4 લેન નર્મદા મૈયા બ્રિજનું ભૂમિપૂજન સાડા પાંચ વર્ષ પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે નીતિન પટેલે ભરૂચમાં ઉપસ્થિત રહી કર્યું હતું. આજે ઇ-લોકાર્પણ પ્રસંગે વાતનો ઉલ્લેખ કરવા સાથે ડે.સીએમએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગળ વધી રહેલી ભાજપ સરકારની સિદ્ધિઓ ગણાવી હતી. સાથે જ છેલ્લા 50 વર્ષમાં કોંગ્રેસ સરકારે કરેલી કામગીરી ઉપર ટિપ્પણીઓ કરી હતી.

નર્મદા મૈયા બ્રિજને ગંગા મૈયા બ્રિજ કહી ભાંગરો વાટી દીધો

ભરૂચ જિલ્લામાં વિશાળ નર્મદા નદી ઉપર નર્મદા મૈયા બ્રિજના નિર્માણ અને તેમાં થયેલા વિલંબ અંગે પણ તેમણે પ્રકાશ પાડ્યા બાદ નર્મદા મૈયા બ્રિજને ભરૂચનો ગંગા મૈયા બ્રિજ ગણાવી દીધો હતો. ડે. સીએમ એકાદ વખત ગંગા મૈયા બ્રિજ નહિ પરંતુ 3-3 વખત નર્મદા મૈયા બ્રિજને ગંગા મૈયા બ્રિજ કહી ભાંગરો વાટી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...