રાજકારણ:ગરીબોના ખાતામાં રૂ.10 હજાર જમા કરાવો : કોંગ્રેસ

રાજપીપલા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસનું સોશિયલ મીડિયામાં અભિયાન
  • નાંદોદના ધારાસભ્ય પી.ડી. વસાવા પણ જોડાયા

 કોરોના મહામારી વચ્ચે ખેડૂત, મજદૂર, નાના વેપાર ધંધા વાળા, નાના ઉદ્યોગો વાળા સહિત માધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ ખુબજ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે સોસીયલ મીડિયાનો ઉપયોગ કરી ને ફેસબૂક લાઈવ ટ્વીટર લાઈવ વાટ્સએપ લાઈવ થઈ ને જરૂરી ચર્ચા કોંગ્રેસના ધારાસભ્યો એ પ્રદેશમાં કરી.જેમાં જરૂરિયાત મંદ લોકોના ખાતામાં 10 હજાર રૂપિયા જમા કરાવી અટવાયેલા લોકોને મફત બસ કે ટ્રેનમાં મુસાફરી કરી વતન મોકલો સહિતની બાબતની સરકાર સામે માંગ મૂકી છે. 

આ બાબતે નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા એ જણાવ્યું હતું કે સરકાર કોઈ પણ ચોક્કસ નિર્ણય લઈ શકી નથી હાલ આંતરિક છૂટછાટ ને કારણે લોકો ધંધો કરે તો બપોરે બંધ કરાવી દે.છે ખેડૂતોનો પાક વેચાતો નથી શાકભાજી વેચાતી નથી. લોકો પાયમાલ બની રહ્યા છે. જરૂરિયાત મંદો માટે સરકારે પેકેજ આપવું જોઈ.

અન્ય સમાચારો પણ છે...