આઠમું નોરતું:ભરૂચ જિલ્લામાં આઠમા નોરતે જમાવટ, માતાજીની આરાધના કરી ખેલૈયા મનમૂકી ગરબે ઘૂમ્યા

ભરૂચ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ શેરી ગરબાઓનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચ જિલ્લામાં ઠેરઠેર જગ્યાએ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં શેરી ગરબા યોજવામાં આવતા ખેલૈયાઓનેમાં ખુશી જોવા મળી છે. છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના મહામારીને લઈ નવરાત્રિના પર્વ પર રોક લાગી હતી. જોકે, આ વર્ષ સરકારની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રિ યોજવામાં આવી છે. જેને લઈ ભરુચ જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ શેરી ગરબાઓનું આયોજન કરવામાં આવ્યું છે, ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમી રહ્યા છે. જિલ્લામાં આઠમના નોરતે શેરી ગરબા રમી ખેલૈયાઓએ માતાજીની આરાધના કરી હતી.