આશ્ચર્યજનક કાર્યક્રમ:રાંધણ ગેસના ભાવ વધારાના વિરોધમાં છાણાં સાથે પ્રદર્શન

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચમાં મહિલા કોંગ્રેસના કાર્યકરોનો આશ્ચર્યજનક કાર્યક્રમ
  • પાંચબત્તી ખાતે વિરોધ કરી રહેલી મહિલા કાર્યકરોની અટકાયત

ભરૂચમાં મોંઘવારીના વિરોધમાં મહિલા કોંગ્રેસે આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. મહિલા કાર્યકરો પોતાની સાથે છાણાનો ટોપલો લઇને આવી હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલી કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી. રાંધણ ગેસના સિલિન્ડરમાં ફરી રૂ. 50 નો ભાવ વધારો ઝીંકી દેવામાં આવતાં ભરૂચ ખાતે કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિબેન તડવીની આગેવાનીમાં મહિલાઓ છાણા ભરેલા ટોપલા સાથે આવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.પેટ્રોલ ડીઝલના ભાવ વધારા ઉપરાંત ખાદ્ય તેલનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે.

તેવા સંજોગોમાં સરકારે રાંધણ ગેસ સિલિન્ડરમાં રૂ. 50નો વધારો કરી દેતાં મહિલાઓમાં રોષ ફેલાયો છે.મોંઘવારીના માર વચ્ચે રાંધણ ગેસ સિલિન્ડરમાં વધારાના વિરોધમાં મહિલા કોંગ્રેસ દ્વારા ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે દેખાવો કરવામાં આવ્યાં હતાં. વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી. દેશમાં વધી રહેલી મોંઘવારીના કારણે મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. રાંધણ ગેસના ભાવ ઉતરોઉત્તર વધી રહ્યાં છે. ત્યારે મહિલા કોંગ્રેસની કાર્યકરો પોતાની સાથે છાણનો ટોપલો લઇને આવી હતી.

અન્ય સમાચારો પણ છે...