ગ્રામ પંચાયતના પરિણામ:પંચ-સરપંચો સાથે લોકશાહી પણ જીતી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભરૂચ તાલુકાની 66 ગ્રામ પંચાયતોની મતગણતરી શહેરની કે.જે. પોલિટેકનીકમાં યોજાતા માર્ગો ઉપર સમર્થકોની ભારે ભીડ જામી હતી. - Divya Bhaskar
ભરૂચ તાલુકાની 66 ગ્રામ પંચાયતોની મતગણતરી શહેરની કે.જે. પોલિટેકનીકમાં યોજાતા માર્ગો ઉપર સમર્થકોની ભારે ભીડ જામી હતી.
  • ગ્રામ પંચાયતના પરિણામમાં વિધાનસભા-લોકસભા જેવો અભૂતપૂર્વ ઉત્સાહ, ભરૂચ જિલ્લાની 416 પૈકી રાત્રે 10 વાગ્યા સુધીમાં 343 ગ્રા.પંના પરિણામ જાહેર

ભરૂચ જિલ્લાની 413 ગ્રામ પંચાયતોની યોજાયેલી ચૂંટણી માટે મંગળવારે તમામ તાલુકા મથકોએ ગણતરી સવારે 9 કલાકથી શરૂ કરવામાં આવી હતી. પ્રારંભિક તબક્કામાં ભારે ઉત્તેજના જોવા મળી હતી પરંતુ જેમ જેમ પરિણામો જાહેર થતા ગયા તેમ તેમ વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકોએ વિજય સરઘસ યોજવાના શરૂ કર્યા હતા.

ભરૂચ તાલુકામાં ચર્ચામાં રહેલી ગ્રામ પંચાયતોમાં દેત્રાલ ગ્રામ પંચાયત અગાઉથી જ મંદિરની જમીનમાં પૂર્વ સરપંચે દબાણ કર્યું હોવાના મુદ્દે મતદારોએ તેમને સણસણતો જવાબ આપી જાકારો આપ્યો હતો. ભાજપના તાલુકા મહામંત્રી હોવા છતાં ગ્રામપંચાયતમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ચાવજ ગ્રામ પંચાયતમાં લાંબા સમયથી વર્ચસ્વ ધરાવતા અને ભાજપના માલધારી સેલના કન્વીનર ઝીણા ભરવાડની આખે આખી પેનલના સુફડાં સાફ થઈ ગયા હતા.

અંકલેશ્વર તાલુકાની 34 ગ્રામ પંચાયતની ચૂંટણી મતગણતરી કેન્દ્ર પર ઉત્તેજનાના દ્રશ્યો નજરે પડ્યા હતા. તાલુકામાં સૌથી વધુ ચર્ચામાં રહેલી ગડખોલ પંચાયતમાં ભાજપ પ્રેરિત બે પેનલો વચ્ચે ટક્કર જામી હતી. જિલ્લા પંચાયતના દંડકનો પણ ધબડકો થયો હતો અને માસ્ટર પેનલની જીત થઈ હતી જ્યારે ડેપ્યુટી સરપંચ રોહન પટેલની હાર થઇ હતી. અનેક ગ્રામ પંચાયત ના ભાજપ પ્રેરિત પેનલ જીતી હોવાનો ભાજપનો દાવો કર્યો છે. પિરામણ માં પુનઃ ઇમરાન પટેલ ની પેનલો દબદબો રહ્યો હતો. ચૂંટણી મહાસંગ્રામ માં ગણતરી કેન્દ્રો પર ટેકેદારોના હજારો ની સંખ્યા માં જમાવડો થયો હતો.

અનેક નેતા પ્રેરિત પેનલ ની કારમી હાર થઇ હતી. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા એ અંકલેશ્વર માં મતગણતરી સેન્ટર ની મુલાકાત લીધી હતી. ભરૂચ જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ અંકલેશ્વરમાં મતગણતરી સેન્ટરની મુલાકાત લીધી હતી ગ્રામ પંચાયત ના પરિણામો આવી રહ્યાં છે ત્યારે વિજેતા સરપંચો અને સભ્યોના ટેકેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચ તાલુકાના બંબુસર પંચાયતમાં મૃતક સરપંચની પેનલના ચારેય સભ્યો વિજેતા
ભરૂચ તાલુકાના બંબુસર ગામે ચૂંટણી પેહલા જ કરુણાંંતિકા સર્જાઈ હતી, છેલ્લી 4 ટર્મથી સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવતા 54 વર્ષીય ઉસ્માન પટેલનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોકે આજે મતગણતરીમાં મરહુમ સરપંચની પેનલના ચારેય સભ્યો વિજતા જાહેર થયા હતા. જેમાંથી એક સભ્યને તો 100 % મત મળ્યા હતા. પરંતુ સરપંચના મૃત્યુને લઈ ગામમાં જીતનું જશન નહિં મનાવવાનો નિર્ણય લેવાયો છે.

ભરાડા ગ્રામ પંચાયતની મતગણતરીમાં વોર્ડનાંં ચિન્હો અલગ નીકળતા હોબાળો
ડેડિયાપાડાની ભરાડા રેલવા ગ્રુપ ગ્રામ પંચાયતમાં મતગણતરી દરમ્યાન વોર્ડ-1થી ત્રણમાં ચૂંટણી ચિન્હ અલગ નીકળતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો. ચિન્હમાં માટલું,વાજાપેટી નિશાનની મતદાન સ્લીપ નીકળી હતી. જે ઉમેદવારો ચૂંટણી ચિન્હ નહોતા. ચૂંટણી નિશાનમાં ફક્ત કાતર જ હોય તેવું ઉમેદવારે જણાવ્યું હતું, અન્ય બે ચિન્હ આ વોર્ડ નથી તો ક્યાંથી આવ્યા?

ભરૂચના વિજેતા સરપંચ

ભાડભૂત

સુનિલ માછી

સિંધોત

નરેશ રાઠોડ

શંખવાડ

સઇદ આફ્રિદી મન્સુરી

વેસદરા

ગીતા માધવસિં રાજ

આમદરા

પ્રદ્યુમનસિંહ ચુડાસમા

ઉમરાજ

રણજિત વસાવા

વરેડિયા

ફઝીલબેન દુધવાલા

શુક્લતીર્થ

રણધીરસિંહ માંગરોલા

દયાદરા

નફિસા રૂઢી

વાસી

હબીબુન્નીશા મલેક

કરમાડ

યાસીન પટેલ

દેત્રાલ

નકુલ પટેલ

ચાવજ

પ્રવદેશ પટેલ

વડદલા

વિલાસબેન આહિર

શાહપુરા

દક્ષેશ પટેલ

કારેલા

ઉન્નતી સંદીપ ટેલર

નબીપુર

સિરીનબેન હસન

ઝનોર

મંજુલાબેન વસાવા

વહાલું

ઝુબેદાબેન પટેલ

ઝંઘાર

ટીનાબેન રાજુ વસાવા

બંબુસર

ઉસ્માન પટેલની પેનલ

ઝઘડિયા તાલુકાના વિજેતા સરપંચ

ઉમઘરારાજેન્દ્રભાઈ રાયસંગ વસાવાગામઉમેદવાર
કપાટહેતલબેન રોશનભાઈ વસાવામોટાસાંજાસાવિત્રીબેન રાજુભાઇ વસાવે
રાણીપુરામીતાબેન સુરેશભાઈ વસાવાપ્રાંકડરાજેશભાઈ રતનભાઈ વસાવા
સરકારી ફિચવાડાસુમિત્રાબેન કાલીદાસ વસાવાઅશાનિતીનભાઈ વસાવા
મોટાસોરવાર્કિતીબેન નિલેશભાઈ વસાવાઆંબોસસરોજબેન શનીયાભાઈ વસાવા
આમલઝરજીવીબેન બચુભાઈ વસાવાટોઠીદરાકાંતીભાઈ મગનભાઈ વસાવા
વણાકપોરરક્ષાબેન વ્રિકમભાઈ વસાવામહુવાડાશેનીબેન રાજેશભાઈ વસાવા
વેલુગામરણછોડભાઈ ફટાભાઈ વસાવાવલારણવિરસિંહ રતનભાઈ વસાવા
રઝલવાડાહિતેષભાઈ કનુભાઈ વસાવાકરાડપ્રિંયકા નિતેશભાઈ વસાવા
સેલોદરેશમાબેન માઈકલભાઈ વસાવાઘોળાકુવાજમનાબેન સતીષભાઈ વસાવા
ખરચી ભીલવાડાપુનમબેન ભરતભાઈ વસાવાકદવાલીકલ્પનાબેન જોનીભાઈ વસાવા
ઉચેડીયામુકેશભાઈ ચુનીયાભાઈ વસાવાપોરાસેજલબેન અક્ષય વસાવા
લીમોદરાનિમેષભાઈ કાલીદાસ વસાવાઅછાલીયાવનીતાબેન કૌશિક વસાવા
રતનપુરસરીતાબેન બિરબલભાઈ વસાવાબામલ્લામેલી મગનભાઈ વસાવા
ઈન્દોરઅંજનાબેન હસમુખભાઈ વસાવાસારસાપ્રેમિલાબેન ચંદુભાઈ વસાવા
મુલદપિન્ટુભાઈ સોમાભાઈ વસાવાસંજાલીઉષાબેન સંજયભાઈ વસાવા
તલોદરાઉર્મિલાબેન વિઠૃલભાઈ વસાવાદુ હરીપુરાગુણંવતીબેન મહેશભાઈ વસાવા
વાસણાશીતલબેન રાજેન્દ્રભાઈ વસાવાપીપદરાસંગીતાબેન હરેશભાઈ વસાવા
બોરજાઈરશીલાબેન સુનીલભાઈ વસાવાશીયાલીભગવતીબેન રણજીતભાઈ વસાવા
સરસાડમઘુબેન નટુભાઈ વસાવાસરદારપુરાઅજયભાઈ નગનભાઈ વસાવા
પડાલવિણાબેન કમલેશ વસાવાખાલકગીતાબેન દેવનભાઈ વસાવા
જાંબોઈઈન્દુબેન અશ્વિન વસાવાફુલવાડીરામુભાઈ શંકરભાઈ વસાવા
તવડીઅરવિંદાબેન દેવેન્દ્રભાઈ વસાવદુમાલા બોરીદરાગીતાબેન રાકેશભાઈ વસાવા
નાનાસાંજાજશવંતભાઇ નટવર વસાવાદુમાલા માલપોરસગીંતાબેન પ્રવિણભાઈ વસાવા
રાયંસીગપુરાગજરીબેન ભાવસીંગભાઈ વસાવાજરસાડજયા વિજયભાઈ વસાવા
કાકલપોરભાઈલાલભાઈ મોહનભાઈ વસાવાલીમેટવર્ષાબેન અર્જુનભાઈ વસાવે
વઢવાણામુકેશભાઈ અડીયાભાઈ વસાવાઆમોદરંજનબેન લક્ષ્મણભાઈ વસાવા
દઢેંડાકરુણાબેન જયેશ વસાવાભાલોદઅનીલ જયરામ વસાવા

નાંદોદના વિજેતા સરપંચ

સોઢલિયા

ઊર્મિલાબેન રમેશભાઈ તડવી

રસેલા

ભવિકાબેન શૈલેષભાઇ વસાવા

નવાપરા

રેખાબેન હસમુખ વસાવા

હેલંબી

મુકેશભાઈ કેશવભાઈ વસાવા

કારેલી

પારુલબેન સંજયભાઈ તડવી

અણીજરા

જશુબેન કોઈજી વસાવા

ગાડકોઈ

લાલીતાબેન શાંતિલાલ તડવી

તોરણા

નિતીનકુમાર નરેશભાઈ વસાવા

ધમણાચા

નર્મદાબેન મનસુખ વસાવા

કાકડવા

ગીતાબેન રાજેશભાઈ વસાવા

ભુછાડ

શર્મિલાબેન મુકેશ વસાવા

જેસલપોર

કપિલાબેન હરેશ વસાવા

ટંકારી

લીલાબેન ડાહ્યાભાઈ તડવી

સુંદરપુરા

શાંતિલાલ સોમાભાઈ વસાવા

રાણીપરા

અંજનાબેન નંદુભાઈ વસાવા

થરી

ઉર્મિલાબેન ચંદુભાઈ તડવી

ધાનપોર

દક્ષાબેન અમલેશ વસાવા

જુનારાજ

જીગ્નેશ ગોપાલભાઈ વસાવા

વિરપોર

મહેશભાઇ ભયલાલ વસાવા

ગાડીત

હસમુખભાઈ શાંતીલાલ વસાવા

ઘાટા

પ્રેમિલાબેન રાજેન્દ્રભાઇ વસાવા

વરાછા

અનિતાબેન સુનિલ વસાવા

જીતનગર

વંદનાબેન સુરેશ વસાવા

જીતગઢ

મનીષભાઈ મુકેશભાઈ વલવી

વરખડ

પ્રતિક્ષાબેન અલકેશ વસાવા

​​​​​​​

હાંસોટ તાલુકાના વિજેતા સરપંચ

માંગરોલ

જયશ્રી ચંપક વસાવા

સમલી

સીલ્પા રાકેશ પટેલ

વમલેશ્વર

પારૂલ જીગ્નેશ પટેલ

કલમ

સતીષભાઇ વસાવા

પરવટ

રૂપાભાઇ ભરતભાઇ વસાવા

બોલાવ

નિકુંજ ધનસુખ પટેલ

સુણેવ કલ્લા

શિવયાની અજય પટેલ

સાહોલ

નવનીત ઠાકોર પટેલ

મોઠિયા

દેવેન્દ્ર શાંતીલાલ પટેલ

આસારમાં

મોહન દુર્લભ પટેલ

અંભેટા

મેલકી ઇશ્વર વસાવા

આસ્તા

રીટા પ્રવિણ વસાવા

અણીયાદરા

મીનાક્ષી હસમુખ વસાવા

ઘોડાદરા

મીનાક્ષી ભુપેન્દ્ર પટેલ

રાયમા

અર્જુન ભીખા વસાવા

કતપોર

રાકેશભાઇ રમણભાઇ વસાવા

કંટીયાજાળ

નટવરભાઇ ડાહ્યાભાઇ પટેલ

રોહિ‌દ

પીરૂભાઇ લાલુભાઇ પટેલ

​​​​​​​

ડેડીયાપાડાના વિજેતા સરપંચ

કાબરીપઠાર

દીવાનજી ચામડીયાભાઈ વસાવા

ઝાક

દાદુભાઈ પુનિયાભાઈ વસાવા

ઝરણાવાડી

ઉબડીબેન ફુલજીભાઈ વસાવા

ભાટપુર

દેવીબેન હસમુખભાઈ વસાવા

અલમાવાડી

લીલાબેન ભુપેન્દ્રભાઈ વસાવા

જામની

માનસિંગ ફૂલજીભાઈ વસાવા

ચુલી

અમરસિંગભાઈ નાખ્યાભાઈ વસાવા

નિવાલદા

રવીન્દ્રાબેન ધરમસિંગભાઈ વસાવા

માથાસર

સોમાભાઈ લાલજીભાઈ વસાવા

નવાગામ

વિભૂતિબેન શૈલેષભાઈ વસાવા

ગોપાલિયા

કિશોરકુમાર ગુરજીતભાઈ વલવી

​​​​​​​

સાગબારાના વિજેતા સરપંચ

સજનવાવ

જીતેશકુમાર નુજાભાઈ વસાવા

મોવી

પાર્વતીબેન દયારામભાઈ વસાવા

પાટી

ભારતીબેન સંદીપભાઇ વસાવા

ચોપડવાવ

દર્શનાબેન વિશાલભાઈ વસાવા

સાગબારા

ઝુલાબેન સુરેન્દ્રભાઈ વસાવા,

અમિયાર

દિનેશભાઇ ભંગાભાઈ વસાવા,

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...