રજૂઆત:ટ્રાયબલ વિસ્તારના લોકોની તેમની વિવિધ યોજનાઓની ગ્રાન્ટમાં વધારો કરવા માગ

ભરૂચ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચના સાંસદ મનસુખ વસાવાને આવેદન આપીને રજૂઆતો કરાઈ

ટ્રાયબલ વિસ્તારમાં ચાલતી યોજનાઓ જેવી કે ખેત તલાવડી, વોટર રોડ, ચેક ડેમ, જળ સ્ત્રાવ વગેરેની યોજનાઓ ટ્રાયબલના નામે ચાલે છે. આ યોજનાઓને તાત્કાલિક ધોરણે બંધ કરવી જયારે બોર મોટર, બોર સોલર ખેત, કુવા, લેવલીંગ, ડ્રિપ જેવી યોજનાઓ ટ્રાયબલમાં વધુમાં વધુમાં ગ્રાન્ટમાંની ફાળવણી કરવામાં આવે તેવી માંગ સાથે ટ્રાયબલ વિસ્તારના લોકોએ ભરૂચ સાંસદ મનસુખ વસાવાને આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી.જેમાં જણાવ્યા મુજબ, ટ્રાયબલ વિસ્તારના લોકોનું વિકાસ થાય તેવો વડાપ્રધાનનો સંકલ્પ છે.

2022 સુધીમાં ખેડૂતની આવક બમણી કરવી હોય તો ખેતીનો પિયત સિવાય કોઈ વિકલ્પ નથી જેથી આ ટ્રાયબલ વિસ્તારના લોકોને વધારે ગ્રાન્ટ ફાળવવી જોઈએ.જયારે કરજણ યોજનાની મુખ્ય કેનાલમાંથી હિંગોલીયા ગામની ઉપરથી નાવરા ફળિયાના હનુમાન મંદિરના નજીકથી ગુંદેચા 3 ઉપરના ભાગથી આમાલઝર,પીપીરીપાન,થી દરિયા સુધીનું કરજણ નહેરનો ફાંટોથી 2000 હેક્ટર જમીન પિયત થાય જેથી ટ્રાયબલ વિસ્તારના લોકોનો વિકાસ થાય તથા કરજણ કેનાલમાંથી તાત્કાલિક ધોરણે આમાલઝરની ખાડીમાંથી પાણી નવી નગરીમાં આપવાની રજૂઆતો પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...