તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ધો.10 અને 12ના રિપિટર્સ છાત્રો માટે વેક્સિનેશન સેન્ટર ઉભા કરવા માંગ

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • NSUIની કલેક્ટરને આવેદન આપી રજૂઆત

કોરોનાના કારણે ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને ે માસ પ્રમોશન આપ્યું છે.જોકે ધો.10 અને 12ના રીપીટર્સ વિદ્યાર્થીઓ માટે આગામી સમયમાં ઓફલાઈન પરીક્ષા લેવામાં આવનાર છે. પરંતુ એક તરફ સરકાર કોરોનાની ત્રીજી સંભવિત લહેર માટે સુચારુ આયોજન કરાઈ રહ્યા છે.ત્યારે આ સમયે લેવામાં આવનાર પરીક્ષાને પગલે વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારના સ્વાસ્થ્ય ન જોખમાય અને કોરોના સામે રક્ષણ મળી રહે માટે ભરૂચ જિલ્લામાં ફક્ત વિદ્યાર્થીઓ માટે અલાયદા વેક્સિનેશન સેન્ટરો ઉભા કરવા ભરૂચ જિલ્લા NSUIના પ્રમુખ યોગેશ પટેલે બુધવારે નાયબ નિવાસી કલેક્ટર જે.ડી.પટેલને લેખિતમાં રજૂઆત કરી હતી.

વેક્સિનેશન અંગે એનએસયુઆઈના પ્રમુખે જણાવ્યું હતું કે, ભારત સરકારે વિદેશ જનારા વિદ્યાર્થીઓ માટે જે રીતે વેક્સીન સેન્ટરની અલગ વ્યવસ્થા કરાઇ હતી. એ જ રીતે ગુજરાત સરકાર જે અગાઉના સમયમાં યોજાનારી ધો.10 અને 12 ના રિપીટર્સ તેમજ યુનિવર્સીટીની પરીક્ષા માટે પણ વિદ્યાર્થીઓ માટે અલગ વેક્સિન ડ્રાઈવ શરૂ કરવી જોઈએ.જો સરકાર અલગ સેન્ટરો ઉભા નહીં કરી શકાતા હોય તો પરીક્ષાઓ મોકૂફ રાખીને સ્વદેશી અને દેશના વિદ્યાર્થીઓ વચ્ચે ભેદભાવ બંધ કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...