રોષ:આશાવર્કરઅને ફેસિલેટરને કોરોના ભથ્થુ ચૂકવવા માગ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો. ત્યારે ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે આશાવર્કર તેમજ ફેસીલેટર વર્કર બહેનોએ માનવતા બતાવી પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર માર્ચ 2020 થી આજદિન સુધી જનતાને કોરોના કહેરથી બચાવવા ખડે પગે સતત કાર્યશીલ છે.

જીવલેણ સંજોગોમાં રાષ્ટ્રહિતમાં સરકારના આરોગ્ય વિભાગ સાથે ખભેથી ખભો મિલાવીને પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું.પરંતુ આરોગ્ય વિભાગનું પાયાનું કામ કરનાર આશાવર્કર તેમજ ફેસિલેટર બહેનોને જુલાઈ 2020 થી ઓક્ટોબર 2021 સુધીનું કોરોના ભથ્થું ચૂકવવામાં આવ્યું નથી.જયારે ગુજરાત સરકાર અને અધિકારીઓએ ગરીબ બહેનોને 6 મહિનાથી 50% વધારો પણ ચૂકવ્યો નથી જેથી આર્થિક રીતે તકલીફો ભોગવી રહેલી મહિલાઓ સોમવારના રોજ તેમને તાત્કાલિક ભથ્થું ચૂકવાય તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...