ભરૂચ નગર પાલિકા હસ્તક ચાલતી સીટી બસમાં કથિત ટિકિટ કૌંભાંડના આક્ષેપ સાથે તપાસ કરવા પાલિકા પ્રમુકને રજુઆત કરાઈ છે.ભરૂચમાં ચાલતી મુખ્યમંત્રી શહેરી પરિવહન સેવા અંતર્ગત સિટી બસમાં વિધાર્થી ફ્રી ઝીરો નંબરની ટિકિટ મુસાફરોને આપી તેમની પાસેથી ભાડું વસૂલી ટિકિટ કૌભાંડ ચાલતું હોવાનો આક્ષેપ કરાયો છે.સ્ટુડન્ટને આપવામાં આવતી ટીકીટ મુસાફરોને આપી પૈસા વસુલવામાં આવતા હોવાની રજુઆત સાથે સામાજિક કાર્યકર અબ્દુલ કામઠીએ આજે વિપક્ષ કોંગી સભ્યો સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલાને સાથે રાખી પાલિકા પ્રમુખ અમિત ચાવડાને તપાસ કરવા માંગ કરી છે.
સમગ્ર મામલે સામાજિક કાર્યકરે વિપક્ષને સાથે રાખી પાલિકા ખાતે પહોંચ્યા હતા પરંતુ CO ની કેબિનમાં તાળું જોવા મળતા તેઓ પાલિકા પ્રમુખને મળી રજુઆત કરી હતી.સ્ટુડન્ટને સિટી બસમાં મફત મુસાફરી માટે ઝીરો નંબરની ટિકિટ અપાઈ છે. જોકે આ ટિકિટ બસના કંડકટર મુસાફરને આપી ભાડું વસૂલી પોતાના ખિસ્સા ભરતા હોવાની રાવ વ્યક્ત કરી તપાસ કરવા માંગ કરી છે. સાથે ચીફ ઓફિસરની કેબિનને તાળું હોય અને તેઓ ન મળી આવતા સામાજિક કાર્યકરે CO હાજર નહિ હોવાને લઈને પણ રોષ વ્યકત કર્યો હતો.કથિત ટિકિટ કૌભાંડની તપાસ સાથે લાખોના ખર્ચે બનાવેલા સિટી બસ સ્ટેન્ડ ઉપર બસ ઉભી ન રહેતી હોય. અને આ સ્ટેન્ડનો ઉપયોગ અન્ય અસામાજિક પ્રવૃત્તિ માટે લોકો દ્વારા કરાતો હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.