ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી ટોકરી નદી ઉપર બલદવા-પીંગોટ અને ધોલી ડેમના ઉપરવાસ એટલે કે પુવૅપટ્ટીના વિસ્તારમાં આવેલા નદી-નાળા,કોતરો, તળાવ અને ચોમાસામાં વરસાદનું પાણી વહીને આ ત્રણેય ડેમમાં આવે છે,અને તેની સાથે-સાથે ખુબ જ મોટા જથ્થામાં માટી પણ વહીને આવતું હોય છે,જે ત્રણેય ડેમના તળ ભાગમાં કાયમી સ્થાયી થઈ જાય છે,અને દિવસેને દિવસે ત્રણેય ડેમમાં માટીના પુરાણમાં ધરખમ વધારો થઇ ગયો છે.
જેની વિપરીત અસર ત્રણેય ડેમમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઉપર પડતા ખેડુતો સિંચાઇ માટેનું પુરતું પાણી મળતું નથી, અને ત્રણેય ડેમમાં પાણીનું સંગ્રહ ઓછું થાય છે, બલદવા,પીંગોટ અને ધોલી ડેમને ઉંડા કરવાની સખત જરૂરિયાત ઉભી થઇ છે,ત્રણેય ડેમોને ઉંડા કરવાથી પાણીના સંગ્રહમાં ઘરખમ વધારો થઇ શકે છે,અને પાણી જમીનમાં પચવાથી આજુબાજુના બોર,કુવાના પાણીના સ્તરમાં વધારો થઇ શકે છે
લોકોને પીવા અને સિંચાઈ માટે પાણી મળી શકે છે,જ્યારે વાલીયા,ઝઘડીયા અને નેત્રંગના ઘરતીપુત્રોને આખુ વષૅ પુરતું પાણી મળી રહેતા પશુપાલકો,ખેડુતો અને તમામ ધરતીપુત્રોના જીવનધોરણમાં ઘણો સુધારો આવી શકે તેમ છે, એવી માંગણી કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા દ્વારા સરકારમાં મુખ્યમંત્રી, સિંચાઇ મંત્રી અને કલેક્ટરને પત્ર લખ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.