રજૂઆત:અન્ય પ્રોજેક્ટની જેમ રીવરફ્રન્ટમાં સંપાદિત જમીનના વળતર માટે માગ

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચમાં ભાડભુત બેરેજ યોજના હેઠળ આકાર લેનારા રીવરફ્રન્ટનો વિરોધ

ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વે, ફ્રેટ કોરિડોર અને બુલેટ ટ્રેન જેવા ત્રણ બહુ આયામી પ્રોજેકટ માટે જમીન સંપાદનનો મુદ્દો વળતરના વિસંગતતાઓના કારણે વિવાદમાં રહયો છે. જમીનના બદલામાં અમુક ગામડાઓમાં વધુ વળતર ચુકવવામાં આવી રહયું છે જયારે અમુક ગામડાઓમાં વળતર અંગે ખેડુતોમાં કચવાટ જોવા મળે છે. ભરૂચ જિલ્લાના ભાડભુત નજીક નર્મદા નદી પર બેરેજ બનાવવામાં આવી રહયો છે અને આ યોજના ભાડભુત બેરેજ યોજના તરીકે ઓળખાય છે.

દરિયાના પાણીને નર્મદા નદીમાં આવતાં રોકવા માટે ભાડભુત પાસે નર્મદા નદીમાં બેરેજ બનાવવામાં આવશે. આ યોજનામાં જમીન સંપાદનના બદલામાં વળતરનો વિવાદ ઉભો થયો છે. જમીનના બદલામાં આપવામાં આવતું વળતર અન્યાયી હોવાની રજુઆત કુકરવાડા થી કાસવા ગામના જમીન માલિકોએ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાને કરી છે.

રીવરફ્રન્ટ માટે જમીનનો નજીવો ભાવ નકકી કરાયો છે
ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેન માટે સરકારે ચો. મી. ના રૂપિયા 3000, અમુક જગ્યાના રૂપિયા 646 તો અમુક જગ્યાના 513 રૂપિયા ચૂકવ્યા છે. જેમાં જમીનની કિંમતોની સાતત્યતા જળવાઈ નથી. બેરેજ માટે સંપાદિત જમીનના ચો. મી.ના માત્ર રૂપિયા 110નો ભાવ નક્કી કરાયો છે જે મંજુર નથી તેમ ખેડૂતોએ તેમની રજુઆતમાં જણાવ્યું છે.

40 ટકા કપાત જમીનમાં ગણી લેવાની માગ
ભાડભુતબેરેજ માટે સંપાદિત જમીનનો વિસ્તાર બૌડામાં આવે છે. જમીન માલિકે કોઈ પણ યોજના બનાવે ત્યારે 40 ટકા જમીન ડેવલપમેન્ટ માટે છોડવાની હોય છે. બેરેજ માટે જમીન સંપાદન કરવામાં આવે તે જમીનને જેતે ખેડૂતની જમીનના 40 ટકા કપાત જમીનમાં ગણી લેવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...