તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:યશસ્વી કંપનીના બ્લાસ્ટથી લખીગામમાં થયેલા નુકસાનનું વળતર ચૂકવવા માગ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય સહિત ગ્રામજનોની કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત
  • કંપનીએ અમુક લોકોને વળતર ચૂકવી અન્યોને નહીં ચુકવતા નારાજગી

દહેજમાં આવેલી યશસ્વી રસાયણ કંપનીમાં ગત 3 જૂને ટેન્કરમાંથી ટેન્કમાં કેમિકલ ઠાલવતી વખતે થયેલા બલાસ્ટમાં 10 કામદારોના મોત અને 77 થી વધુને ઇજા પહોંચી હતી. કેમિકલ કંપનીમાં થયેલો બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે,તેની આસપાસ આવેલા લુવારા અને લખીગામના મકાનોને પણ ભારે નુકશાન થયું હતું.જેના કારણે વહીવટી તંત્રએ તાત્કાલિક બંનેય ગામોના અસરગ્રસ્ત લોકોનું ત્યાંથી સ્થળાંતર કરાવ્યું હતું.સદર ઘટના અંગે કોર્ટે ઘરોને નુક્શાનીમાં ગ્રામજનોને 25,000 ચૂકવવાનો હુકમ કર્યો હતો.

જોકે કોર્ટના આદેશ બાદ કંપનીના સત્તાધીશો દ્વારા અમુક ગ્રામજનોને વળતર આપી તેનું લિસ્ટ પંચાયતને પણ અંધારામાં રાખી કોર્ટમાં બરોબર રજૂ કરતા ગ્રામજનોમાં તંગદિલીનું વાતાવરણ ઉભું થયું છે.જેના વિરોધમાં મંગળવારના રોજ સરપંચ અને મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ એકત્રિત થઈને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા અને ભાજપના જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયાની હાજરીમાં કલેક્ટરને આવેદનપત્ર આપીને સર્વ ગ્રામનોને પૂરતું વળતર ચૂકવાની માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...