• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Demand For Compensation For Damage Caused By Heavy Rains And Stern Action Against Those Responsible For Farmers' Deaths In Lakhimpur

રજૂઆત:અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનનું વળતર અને લખીમપુરમાં ખેડૂતોના મોતના જવાબદારો સામે કડક પગલાં ભરવાની માગ

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત કિસાન કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ ભરૂચ કોંગ્રેસ કિસાન મોરચાના ઉપપ્રમુખ માનસંગ પરમાર,યાકુબ ગુરજી સહિતના આગેવાનો અને ખેડૂતોએ ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું.

ભરુચ જિલ્લામાં વાવેતર બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોએ સિંચાઇના પાણી માટે વલખાં માર્યા હોવાના ઉપરાંત જે ખેડૂતોએ સિંચાઇના પાણી થકી કપાસ,તુવેર સહિતનું વાવેતર કર્યું હતું. જે બાદ વાયુ પ્રદૂષણને પગલે ખેડૂતોના 1 હજારથી વધુ એકર જમીનમાં ઊભા પાક સુકાઈ ગયા હોવાના આક્ષેપ કર્યા છે. આ અંગે ખેડૂત સંગઠનોએ અનેક રજૂઆત કર્યા બાદ સર્વેનું નાટક કરી જવાબદાર કંપનીઓ સામે કોઈપણ જાતના પગલાં ભરવામાં ન આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને વાયુ પ્રદૂષણને પગલે ખેડૂતોને થયેલ નુકસાનીનું વળતર પણ ન ચૂકવાયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

અતિવૃષ્ટિને પગલે પણ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે આવા ખેડૂતો માટે સહાય ચૂકવવા તાત્કાલિક સર્વે કરી સરકાર દ્વારા સહાય પૂરી પડતાં ઉપરાંત મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની રકમ વધારવા અને લખીમપુરમાં ખેડૂતોના મોતના મામલામાં જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...