રજૂઆત:કલેક્ટર કચેરીમાં જ રિક્ષા પાર્ક કરી શહેરમાં રિક્ષા સ્ટેન્ડ ફાળવવા માગ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રિક્ષા ચાલકોએ કલેક્ટર કચેરીમાં રિક્ષાઓનો ખડકલો કરી દીધો હતો. - Divya Bhaskar
રિક્ષા ચાલકોએ કલેક્ટર કચેરીમાં રિક્ષાઓનો ખડકલો કરી દીધો હતો.
  • જયભારત ઓટો રિક્ષા એસો.ની તંત્રને રજૂઆત
  • વારંવાર રજૂઆત છતાં સ્ટેન્ડ ન ફાળવાતાં વિરોધ

ભરૂચ જિલ્લામાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રિક્ષા ચાલકો હાલમાં મુશ્કેલીમાં મૂકાયા છે. ખાસ કરીને ભરૂચ શહેરમાં રિક્ષા ઊભી રાખવા માટે નિશ્ચિત સ્ટેન્ડ તંત્ર દ્વારા નહીં ફાળવાતા વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ભરૂચ શહેર અને જિલ્લામાં 82 જેટલાં રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની જયભારત ઓટો રિક્ષા એસોસિએશનના નેજા હેઠળ માંગણી કરી તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે.

બીજી તરફ ભરૂચ શહેરમાં જ્યારથી સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે ત્યારથી રિક્ષા ચાલકોની રોજગારી પડી ભાંગતા વધુ નારાજ થયા છે. તે સંદર્ભે અગાઉ પણ વિરોધ પ્રદર્શન કરી ચૂક્યા છે. ત્યારે રિક્ષા ચાલકો રોજગારી મેળવી શકે તે માટે યોગ્ય સ્થળે રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની રજૂઆત સાથે બુધવારે શહેરના રિક્ષા ચાલકો કલેક્ટર કચેરીએ પોતાની રિક્ષા લઈને પહોંચ્યા હતા. કચેરી સંકુલમાં જ રિક્ષાઓ પાર્ક કરી લેખિત રજૂઆત કરી ટૂંક સમયમાં રિક્ષા સ્ટેન્ડ ફાળવાય તેવી માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...