ભરૂચના ઝંઘાર ગામે પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી જ્યોર્જ વી.મેકવાન ઝંધાર ગામ પંચાયતમાં ફરજ બજાવતાં હતાં. ત્યારે ઝંધાર ગામના માથાભારે ઇસમ દ્વારા અગાઉ ગામ પંચાયતની સામાન્ય ચુંટણી 2021 દરમ્યાન ઝંધાર ગામના મહિલા સરપંચ ઉમેદવાર સાથે મારા-મારી કરી ધાતક હથિયાર સાથે હુમલો કરવામાં આવતા સરપંચ ઉમેદવાર દ્વારા અગાઉ એક્રોસીટીનો ગુનો દાખલ કરાવ્યો હતો.
જેઓ સરપંચ તરીકે ચુંટાઈ આવતાં તેની રીસ રાખીને ઉત્કર્ષ પહેલ તથા પ્રધાન મંત્રી આયુષ્માન કાર્ડની કામગીરીમાં વિક્ષેપ પાડીને પંચાયતમાં બીનઅધિકૃત રીતે પ્રવેશીને ગામના મહિલા સરપંચ અને તલાટી કમ મંત્રીને અપશબ્દો બોલીને હુમલો કરી માર મારીને વી.સી.ઈ કોમ્પ્યુટર તોડી પંચાયતમાં ભયનું વાતાવરણ બનાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ ઘટનાને જીલ્લા તલાટી મંડળે વખોડી કાઢી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.