તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:ભરૂચમાં સુપર સ્પ્રેડર શાકભાજી વિતરકો સામે કાર્યવાહીની માંગ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના પ્રત્યે બેદરકારી દાખવી માસ્ક નહીં પહેરતા લોકોમાં રોષ

ભરૂચમાં સુપર સ્પેડર ગણાતા શાકભાજી વિતરકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટંટીંગ જાળવ્યા વગર ધંધો કરી રહ્યા છે.જેના કારણે શહેરમાં વધુ કોરોના ફેલાય તેવી ભીતિ લોકો સેવી રહ્યા છે. માસ્ક વગર બેખોફ ધંધો કરતા આવા વિતરકો સામે તંત્ર લાલ આંખ કરીને દંડનીય કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠી છે.

કોરોના મહામારી વકરે નહીં તે માટે તંત્રએ માસ્ક ફરજીયાત કર્યા છે,ત્યારે પોલીસ માસ્ક નહિ પહેનારા સામે દંડનીય કાર્યવાહી કરી છે.ભરૂચ જિલ્લા પોલીસ તેમના પોલીસ મથકના વિસ્તારોમાં પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવીને માસ્ક નહીં પહેનારા ઉપર લાલ આંખ કરીને દંડનીય કાર્યવાહી કરી રહ્યાં છે.ત્યારે સુપર સ્પેડર ગણાતા શાકભાજી વિતરકો ભરૂચ શહેરમાં જ્યાં જુવો ત્યાં માસ્ક વગર નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો