તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:IPL-14 માટે ભરૂચના લુકમાનને દિલ્હીની ટીમે પેસ બોલર તરીકે ‌રૂપિયા 20 લાખમાં ખરીદ્યો

ભરૂચ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ તાલુકાના સરનારના લુકમાન મેરીવાલાની દિલ્હી કેપિટલે 20 લાખમાં ખરીદી કરતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. - Divya Bhaskar
ભરૂચ તાલુકાના સરનારના લુકમાન મેરીવાલાની દિલ્હી કેપિટલે 20 લાખમાં ખરીદી કરતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો.
 • ભરૂચનો લુકમાન મેરીવાલ હાલમાં વડોદરાની ટીમમાંથી રમી રહ્યો છે
 • સારનાર ગામના યુવાનની પસંદગી થતાં જિલ્લામાં ખુશીનો માહોલ

ઈન્ડિયન પ્રીમિયર લીગ ( IPL ) ની 14 મી સીઝન માટે દિલ્હીમાં ટીમોનું ઓક્શન થયું હતું. જેમાં ગુજરાતના પ્લેયર્સની પણ પસંદગી થઈ છે. ભરૂચના ઈખર એક્ષપ્રેસ મુનાફ પટેલ બાદ હવે વધુ એક ભરૂચના ખેલાડીને આઈપીએલની ટિમમાં પસંદ કરવામાં આવ્યો છે. ગુજરાતમાંથી ચેતેશ્વર પૂજારા , લુકમાન મેરીવાલા , રીપલ પટેલ અને ચેતન સાકરિયાનો સમાવેશ થાય છે. ભરૂચના લુકમાન મેરીવાલા અને રીપલ પટેલને તેની બેઝ પ્રાઈઝ 20 લાખમાં જ દિલ્હી કેપિટલ્સે ખરીદ્યાં છે.

તો સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા ચેતન સાકરિયાને રાજસ્થાન રોયલ્સની ટીમે 1.2 કરોડમાં ખરીદ્યો છે. લુકમાન મેરીવાલા વડોદરાનો ડાબોડી પેસ બોલર લુકમાન મેરીવાલાએ સૈયદ મુશ્તાક અલી ટી -20 માં લોકોને ભારે ઈમ્પસ કર્યા હતા . મેરીવાલાએ 8 મેચમાં 6.52 ની ઈકોનોમીથી 15 વિકેટ ઝડપી હતી . 29 વર્ષના મેરીવાલાએ 17 ફર્સ્ટ ક્લાસ મેચ , 31 એ લિસ્ટ મેચ અને 44 ટી -20 મેચ રમ્યા છે . મેરીવાલાએ 44 ટી -20 મેચમાં 6.72 ની ઈકોનોમીથી 3 વખત પાંચ વિકેટ મેળવી છે . મેરીવાલાએ કુલ 72 વિકેટ ઝડપી છે.મેરીવાલાને દિલ્હી કેપિટલ્સે તેની બેઝ પ્રાઈઝ 20 લાખમાં ખરીદ્યો છે .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો