તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકાર હવે વિચારશે કે ઐતિહાસિક ગોલ્ડન બ્રિજનું શું કરવું:નર્મદા મૈયા બ્રિજનું ખાતમુહૂર્તના 6 વર્ષે લોકાર્પણ, ભરૂચ-અંક્લેશ્વર વચ્ચેનો ટ્રાફિક હવે ભૂતકાળ

ભરૂચ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લાનો સૌથી મોટો 5 કિમીના બ્રિજ પરથી રોજના 20 હજારથી વધુ લોકોની અવર-જવર થશે, હાઇવેનો ટ્રાફિક નવા બ્રિજ પર ફંટાશે
  • ભરૂચ-અંકલેશ્વર-ONGC રસ્તા પર રૂ.14.50 કરોડના ખર્ચે ત્રણ માર્ગીય બોક્ષ ક્લવર્ટ સહિત રૂ.222 કરોડના ખર્ચે બનનાર રસ્તાના કામોનું ખાતમુહુર્ત

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ટ્રાફિકનું ભારણ વધતા વર્ષ 2015માં કરવામાં આવી હતી.તત્કાલીન મુખ્યમંત્રી આનંદી પટેલના હસ્તે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 6 વર્ષના સમયગાળા બાદ અંદાજીત 5 કીમી લાંબા આ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં આજે સોમવારે અષાઢી બીજે તેને ડેપ્યુટી સીએમ નીતિન પટેલના હસ્તે ખુલ્લો મુકયો હતો.

ભરૂચ-અંકલેશ્વર વચ્ચેનો આ બ્રિજ બંને શહેરો જ નહીં દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાત વચ્ચે આ બ્રિજ મહત્વનો સાબિત થશે.નાયબ મુખ્યમંત્રીએ ભરૂચ તેમજ અંકલેશ્વર બંને તરફના છેડે તકતી અનાવરણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએે જણાવ્યું હતું કે, જિલ્લાના વિકાસમાં આ બ્રિજ એક મોરપીંછ સમાન સાબિત થશે. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક જિલ્લો છે ત્યારે નોકરિયાત વર્ગ અને સુરતથી સૌરાષ્ટ્ર સુધીના લોકો માટે આ બ્રિજ આશીર્વાદરૂપ સાબિત થવાનુ જણાવ્યું હતું

ભરૂચ-અંકલેશ્વર-ઓ.એન.જી.સી રસ્તા પર રૂ.14.50 કરોડના ખર્ચે ત્રણ માર્ગીય બોક્ષ ક્લવર્ટ સહિત રૂ.222 કરોડના ખર્ચે નિર્મિત થનાર રસ્તાના કામોનું ખાતમુહુર્ત કર્યા હતા. ગોલ્ડન બ્રીજને ચાલુ રાખવો કે તેને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવો તે અંગે ચર્ચા વિચારણા થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

બ્રિજના લોકાર્પણમાં પાલિકાના પ્રમુખની ગેરહાજરીથી તર્કવિતર્ક
ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા ઉપર જાતિના પ્રમાણ પત્ર મુદ્દે થયેલી ફરિયાદ બાદ આજરોજ ભરૂચ અંકલેશ્વરને જોડતા નવનિર્મિત નર્મદામૈયા બ્રીજના લોકાર્પણમાં પાલિકા પ્રમુખ ગેરહાજર રહેતાં અનેક તર્ક વિતર્ક સર્જાયાં હતાં. કેસના કારણે પાલિકાના પ્રમુખને દૂર રાખવામાં આવ્યાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા બહાર ગામ ગયાં હોવાની માહિતી સાંપડી રહી છે.

નર્મદા મૈયા બ્રિજના કારણે અંદાજીત ‌ 7.68 લાખ જેટલી વસ્તીને લાભ થશે
અંકલેશ્વર જવા આવવા માટે ગોલ્ડન બ્રિજ પર ઘણો ટ્રાફીક રહે છે. જે સમસ્યાના નિવારણ માટે નર્મદા નદી પર ગોલ્ડનબ્રીજની સમાંતર નવો ચાર માર્ગીય બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. બ્રીજનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં દહેજ જીઆઇડીસી અને અંકલેશ્વર જીઆઇડીસી જવા સરળતાથી અને ઓછા સમયમાં પહોંચી શકાશે. જેનો લાભ ભરૂચ અને અંક્લેશ્વર શહેરના 7.68 લાખ લોકોને મળી શકશે.

ભાડભૂત બેરેજ યોજના પૂર્ણ થશે તો ભરૂચમાં આવનારા સમયમાં મીઠા પાણીનું મોટું સરોવર બનશે : નિતિન પટેલ
નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણ બાદ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજનો આવનારા સમયમાં કેવી રીતે ઉપયોગ કરવો કેટલા ઉપયોગ કરવો,તેની ઐતિહાસિકતા જળવા માટે કરવી તે અંગે વિચારણા કરીશું.ભરૂચ શહેર અને નર્મદા નદી એકબીજાના પર્યાય ગણાય છે, નર્મદા તીરે હોવાં છતાં ભરૂચ ભૂતકાળમાં પાણી વિના તરસ્યું રહેતું,દરિયાનું ખારું પાણી ભરૂચના નસીબમાં આવતું. જેથી સરકારે 5 હજાર કરોડ ઉપરાંતની રકમથી ભાડભૂત બેરેજ યોજનાનું પણ ખુબ ઝડપી કામગિરી તેવા પ્રયાસો હાથ ધરાયા છે.જેથી આવનારા સમયમાં અહીંયા મીઠા પાણીનું મોટામાં મોટું સરોવર બનવા જઈ રહ્યું છે.ભવિષ્યમાં માછીમારો,ખેડૂતો સહીત જિલ્લાના લોકને મીઠું પાણી પણ મળી રહશે.

અન્ય સમાચારો પણ છે...