માય લિવેબલ ભરૂચ:શહેરના 40 કિમીના રોડ-રસ્તાઓ હવે દિવસમાં બે વખત સાફ કરવાનો નિર્ણય

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માય લીવેબલ ભરૂચ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ શહેરને સુંદર અને સ્વચ્છ બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આજથી ભરૂચ શહેરના 40 કિમીના માર્ગને સાફ સફાઈ માટે પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાના ઉદ્યોગોની સી.એસ.આર. એક્ટિવિટી અંતર્ગત ભરૂચના ઝાડેશ્વર, ભોલાવ, નંદેલાવ, સહિતના વિસ્તારોના મુખ્ય માર્ગો ઉપર દિવસમાં બે વખત સાફ સફાઈ કરવામાં આવશે.

નગરપાલિકાના કર્મચારીઓ નગરપાલિકા વિસ્તારની સફાઈ કરશે જયારે તેઓની સાથે બહારના માર્ગો ઉપર આ એજન્સીના કર્મચારીઓ સાફ સફાઈ હાથ ધરશે. આજે આ કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો. મટારીયા તળાવ ખાતે કાર્યક્રમમાં લીલી ઝંડી બતાવી સફાઈ અભિયાન હાથ ધરાયુ . આજના આરંભ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, ભરૂચ સીટીઝન કાઉન્સિલના સેક્રેટરી હરીશ જોશી સહિતના આમંત્રિતો અને ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...