કોરોના બેકાબૂ:ભરૂચમાં 4 દર્દીના મોત: 14 દિવસ બાદ સરકારી ચોપડે એક મોત વધ્યું

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં નવા 23 કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ આંક 2068 પર પહોંચ્યો
  • 18 દર્દીઓ શનિવારે સાજા થતા અત્યાર સુધી 1802 લોકોને રજા અપાઇ

ભરૂચ જિલ્લામાં રોજ ચારથી પાંચ વ્યક્તિઓના કોરોનાની સારવાર વેળાં મોતના અહેવાલ સાંપડી રહ્યાં છે. ત્યારે આજે 14 દિવસ બાદ જિલ્લા આરોગ્ય વિભાગના સરકારી ચોપડે એક કેસ વધતાં જિલ્લાનો મૃત્યુઆંક 29 થયો છે. જિલ્લામાં આજે પણ કોરોનાના 23 કેસ નોંધાતાં જિલ્લાનો કુલ આંક 2068 પર પહોંચ્યો છે. આજે ભરૂચમાં 12, અંક્લેશ્વરમાં 6 તેમજ આમોદ, જંબુસર, વાલિયા, ઝઘડિયા, વાગરા તાલુકામાં 1-1 કેસ નોંધાયો હતો.

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી ધીમ ધીમે ઘાતકબની રહી છે. જિલ્લામાં આજે પણ કોરોનાના 23 નવા કેસ નોંધાયાં હતાં. જેમાં ભરૂચમાં જ સૌથી વધું 12 કેસ નોંધાયાં હતાં. જ્યારે અંક્લેશ્વરમાં 6, આમોદ, જંબુસર, ઝઘડિયા, વાગરા તેમજ વાલિયામાં 1-1 કેસ નોંધાતાં જિલ્લાનો કુલ આંક 2068 પર પહોંચી ગયો છે. જિલ્લામાં શનિવારે 18 લોકો કોરોનાની સારવારમાંથી સાજા થતાં અત્યાર સુધીમાં 1802 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે હાલમાં હોમ આઇસોલેશનમાં 95 જ્યારે 142 લોકો કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.

જિલ્લામાં રોજ ચારથી પાંચ લોકોના કોરોનાની સારવાર વેળાં મોતના અહેવાલ સાંપડી રહ્યાં છે. જોકે ડેથ ઓડિટ રિપોર્ટના બહાના હેઠળ મૃત્યુઆંક હાલ સુધી માત્ર 28 પર જ સ્થિર રહ્યો હતો. જોકે આજે વધુ એક દર્દીનો રિપોર્ટ આવતાં 14 દિવસબાદ જિલ્લાનો મૃત્યુઆંક 29 થયો હતો. આજે શનિવારે જિલ્લામાં કોરોનાની સારવાર વેળાં 4 દર્દીઓના મોત થયાં હતાં. જેમાં ભરૂચના મક્તમપુર ખાતે આવેલી શ્રીદર્શન સોસાયટીમાં 76 વર્ષીય વૃદ્ધ, ભરથાણ ગામે 75 વર્ષીય વૃદ્ધ તેમજ કાંસવા ગામ 70 વર્ષીય વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. જ્યારે દહેજ ખાતે રહેતાં 65 વર્ષીય વૃદ્ધાનું કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાં બાદ મૃત્યુ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...