હુમલો:જંબુસરના કાવલી ગામના ડે. સરપંચ પર 8 નો હુમલો

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાવી પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં તપાસ શરૂ

જંબુસર તાલુકામાં આવેલાં કાવલી ગામના ડેપ્યુટી સરપંચના પારિવારીક ઝઘડામાં તેમના ભત્રીજાને તેમના વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં લઇ જઇ ફરિયાદ અપાવનાર શખ્સને તું અમારા પારીવરિક ઝઘડામાં કેમ વચ્ચે પડે છે. તેમ કહેતાં શખ્સે તેના સાગરિતો સાથે મળી ડેપ્યુટી સરપંચને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. બનાવ સંદર્ભે કાવી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જંબુસર તાલુકાના કાવલી ગામ રહેતાં ઉસ્માનગની યાકુબ અબ્દુલ પટેલ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકે સેવા આપે છે. ગત મંગળવારે સાંજના સમયે તેઓ મસ્જીદમાં નમાજ પઢી બહાર નિકળી તેમના ગામના મિત્રો સાથે વાતચીત કરી ઘરે જતો હતો. તે વેળાં દુધડેરી પાસે પહોંચતાં ગામમાં જ રહેતો જૈૈયમીનસિંહ અજીતસિંહ સિંધા, યુવરાજસિંહ જશવંતસિંહ સિંધા તેને રસ્તામાં રોકી જોયું હું તારા ભત્રીજા બિલાલને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવા લઇ ગયો હતો.

તે મારૂ શું બગાડી લીધું, હવે પછી પણ તારા વિરૂદ્ધ ફરિયાદ કરાવીશ અને ખોટી ફરિયાદો કરી તેને ફસાવી દઇશ. જેના પગલે ઉસ્માનગનીએ તેને તું કેમ અમારા પારિવારીક ઝઘડામાં વચ્ચે પડે છે. તેમ કહેતાં બન્નેએ ઉસ્માનગનીને માર માર્યો હતો. દરમિયાનમાં તેમનું ઉપરાણું લઇને અજીતસિંહ સિંધા, અંજુ અજીતસિંહ સિંધા, નરેન્દ્રસિંહ સિંધા, વિરેન્દ્રસિંહ ઉર્ફે બંટી સિંધા, અરવિંદ સિંધા તથા ચંદ્રસંગ સિંધાએ દોડી આવી તમામે એક સંપ થઇ તેમને માર મારી ઇજાઓ પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...